ધાનેરાની પ્રા.શાળામાં ખારું પાણી આવતાં બાળકો ઘરેથી પાણી લાવવા મજબૂર

Share

ધાનેરા તાલુકામાં શિયા ગામની પ્રાથમિક શાળામાં બોરવેલમાં ખારું પાણી આવતાં બાળકો ઘરેથી પાણી લાવવા મુજબુર બન્યા છે.

 

ધાનેરા તાલુકાના છેવાડે આવેલી શિયા પ્રાથમિક શાળાના સંકુલમાં ધોરણ 1થી 12 સુધી કુલ 800 જેટલા બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. દિવસ દરમિયાન કેળવણીના પાઠ ભણતા બાળકોને પીવા માટે પાણી શાળામાં મળતું નથી.

શાળામાં આવેલી પીવા માટેની પરબના નળ દેખાવ પૂરતા જોવા મળી રહ્યા છે. નાના હોય કે મોટા બાળકો ઘરેથી દિવસ દરમિયાન ચાલે આટલું પાણી બોટલમાં લઈ આવવા મજબૂર બની ગયા છે. રીસેષ દરમિયાન પીવાના પાણીની શોધમાં બાળકો શાળાની નજીક આવેલા કોઈના મકાનમાં કે પછી કોઈના ખેતર સુધી દોડ લગાવી રહ્યા છે.

 

પ્રિન્સીપાલ જગદીશભાઈ ‘શિયા ગામમાં ભૂગર્ભના તળ ઊંડા જતા બોરવેલમાંથી આવતું પાણી ખારું અને ક્ષારવાળું હોવાના કારણે બાળકો પાણી પી શકતા નથી. જેના કારણે દૂર ખેતરમાંથી બાળકો પોતાના સ્કૂલ બેગમાં પાણીની બોટલના ભાર સાથે શાળા તરફ આવી રહ્યા છે. કેટલાક બાળકોના માતા-પિતા ટીફનની જગ્યાએ બાળકોને પાણી આપવા માટે શાળાએ આવી રહ્યા છે.’

 

From – Banaskantha Update


Share