પાલનપુરમાં 10 દિવસ અગાઉ એક્ટીવા ચાલક શિક્ષિકાને ટક્કર મારી મોત નિપજાવનાર ઇકો ચાલક ઝડપાયો

Share

 

પાલનપુર આબુ હાઇવે પર હનુમાન ટેકરી પાસે 10 દિવસ અગાઉ ઇકો ચાલકે સ્કૂટર ઉપર જતી શિક્ષિકાને અડફેટ લેતાં મહીલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પશ્ચિમ પોલીસે દરેક સી.સી.ટી.વી. ફૂટેજ આધારે પાલનપુર તાલુકાના આકેડી ગામના શખ્સને ઝડપી પાડયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર આબુ હાઇવે આસ્થા સોસાયટીમાં રહેતાં મીતાબેન રાજુભાઇ રાવલ 10 દિવસ અગાઉ એક્ટીવા લઇ સ્કૂલ જવા નીકળ્યા હતા. ત્યારે હનુમાન ટેકરી નજીક ઇકોના ચાલકે ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મહીલાનું મોત નિપજ્યું હતું.

 

 

 

 

જેની ફરિયાદ પશ્ચિમ પોલીસમાં નોંધાતાં પી.એસ.આઇ. પી.એસ. ગઢવીએ તેમના સ્ટાફ સાથે હાઇવે ઉપર તમામ સી.સી.ટી.વી. કેમેરા ફૂટેજ ચેક કરતાં ઇકો ગાડીનો નંબર આધારે પાલનપુર તાલુકાના આકેડી ગામમાં તપાસ કરતાં ચાલક સુરેશ પરમારને ગાડી સાથે ઝડપી પાડયો હતો. ગાડી જપ્ત કરી પશ્ચિમ પોલીસમાં લવાયો હતો અને શુક્રવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પણ તેના જામીન નામંજૂર કર્યાં હતા.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share