થરાદના કેનાલમાં પગ લપસતાં રડકાના યુવકનું ડૂબી જતાં મોત

Share

થરાદની નર્મદા કેનાલમાં ગુરુવારે તાલુકાના રડકા ગામનો યુવક ફુટવાલ રિપેર કરવા જતાં પગ લપસી જવાથી કેનાલમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યું હતું. જો કે, આ અંગે કોઇ પોલીસ કાર્યવાહી કરાવવાનો પરિવારે ઇન્કાર કર્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું.

 

 

રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા થરાદના છેવાડાના રડકા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં યુવક ફુટવાલ રિપેર કરવા જતાં પગ લપસતાં તે કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થવા પામ્યો હતો.

advt

 

 

 

આ બનાવ અંગે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વારા ફોન કરવામાં આવતાં હોસ્પિટલના બિછાને બાટલા ચડતી હાલતમાંથી ઉભા થઇને પણ તરવૈયા સુલતાન મીર કેનાલે પહોંચ્યો હતો.

 

અને તેમના અનુભવ પ્રમાણે લોખંડની કલટી ફેરવવામાં આવતાં મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, આ બનાવ અંગે પોલીસ કાર્યવાહી કરાવવાનો પરિવાર દ્વારા ઇન્કાર કરાતાં રેકર્ડ પર કોઇ કાર્યવાહી કરાઇ નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share