પાલનપુરમાં ટ્રાફીક મુક્ત અભિયાન અંતર્ગત એરોમા સર્કલ પર રવિવાર સુધીમાં તમામ અડચણો દૂર કરાશે

Share

એરોમા સર્કલ ટ્રાફીક મુદ્દે સોમવારે જુદા-જુદા વિભાગોની સ્થળ તપાસ બાદ ગુરુવારે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જીલ્લા કલેકટરે બેઠક યોજી એરોમા સર્કલ પર ટ્રાફીકમાં અડચણરૂપ તમામ લારી-ગલ્લા કેબિન અનઅધિકૃત શેડ રવિવાર સુધીમાં હટાવી દેવા નગરપાલિકા અને પોલીસને સૂચના આપી છે.

 

જુદા-જુદા વિભાગોને એરોમા સર્કલ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરીટીને અમદાવાદ હાઇવેથી ડીસા હાઇવે તરફની ડાબી સાઈડ પર દબાણ ખાલી થયા બાદ નવો ડામર રોડ બનાવવા સૂચના આપવામાં આવી હતી.

advt

 

જ્યારે ડીસા હાઈવેથી આબુ હાઇવે પરના ડાબી બાજુ તરફ વળાંક વાળા રસ્તાને પહોળો કરવા ગુરુવારે બપોરે વીજ કંપની દ્વારા તજવીજ હાથ ધરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગને ડાબી સાઈડ વળાંક માટેના સાઈન બોર્ડ લગાવવા અને નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીને સર્કલની ચારે બાજુ ઝિબ્રા ક્રોસિંગ લગાવવા જીલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. જ્યારે નગરપાલિકાને દોઢ સો મીટરની મર્યાદા દર્શાવતાં બોર્ડ લગાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

 

આ બેઠકમાં વીજ કંપનીના ઇજનેરે આબુ હાઇવે થી પાલનપુર શહેર તરફ ડાબી બાજુ વળાંકમાં એક દોઢ મીટર જગ્યા આપવાની તૈયારી બતાવી હતી. તેમજ સર્કલ પર જેટલાં પણ અડચણરૂપ વીજ થાંભલા છે તે હટાવવાની કામગીરી રવિવાર સુધીમાં પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર, માર્ગ અને મકાન વિભાગના અધિકારી, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારી, પ્રાંત અધિકારી, એ.એસ.પી. સહીત પદાધિકારીઓ હાજર હતા.

વૈકલ્પિક રસ્તાઓ પર ભારે ટ્રાફીક રહેતું હોવાથી વાહનચાલકો જોખમ ખેડીને રેલ્વે નીચેના બોગદામાંથી પસાર થઈ રહ્યા છે. જેના લીધે અવારનવાર વાહનો એના ગંદા પાણીમાં ફસાઇ જવાની ફરિયાદો રહેશે. ગુરુવારે પણ કેટલાંક વાહનો પાણીમાં ફસાયા હતા. વાહનચાલકોએ માંગ કરી છે કે પશ્ચિમ પોલીસ સ્ટેશન પાછળના અને હરીપુરાને જોડતાં માનસરોવર ફાટકની છેડે આવેલા બોગદાને તાત્કાલીક અસરથી રિપેર કરવાતો મોટી રાહત થાય એમ છે.

 

એરોમા સર્કલ ટ્રાફિક મુદ્દે નગરપાલિકા: દબાણ હટાવશે, દોઢસો મીટરના જાહેરનામાના બોર્ડ લગાવશે, પોલીસ: ટ્રાફીકનો કડકાઈ પૂર્વક અમલ,જાહેરનામાનો અમલ, દબાણ ઝુંબેશમાં બંદોબસ્ત, ડાબી સાઈડ વાહનો વળે તે માટે સતત મોનિટરિંગ, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા: ડાબી સાઈડ પાકા રોડ બનાવવા, ઝિબ્રા ક્રોસિંગ બનાવવા,પી.ડબલ્યુ.ડી. સ્ટેટ: વાહનોને દૂરથી દેખાય એવા સાઈનબોર્ડ લગાવવાની કામગીરી,યુ.જી.વી.સી.એલ.: નડતરરુપ વીજપોલ હટાવવા, અડચણરૂપ બાંધકામ હટાવવાની તત્પરતા વિભાગોને કામગીરી સોંપાઇ

 

From – Banaskantha Update


Share