ધાનેરાના અનાપુરગઢની પરિણીતાને 181 અભયમની ટીમે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ

Share

ધાનેરાના અનાપુરગઢ ગામની બે સંતાનોની માતાને તેના પતિ સહીત સાસરીયાઓએ ઘરમાંથી હાંકી કાઢતાં ન્યાય માટે ભટકતી હતી. જેને બુધવારે રાત્રે ડીસાના હિંદુ યુવા સંગઠને ડીસા સિવિલ હોસ્પિટલમાંથી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

 

ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, સેવાભાવીનો ફોન આવતાં બુધવારે રાત્રે ડીસા સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં સારવાર લઇ રહેલા ધાનેરા તાલુકાના અનાપુરગઢની પરિણીતાને મળ્યા હતા. તેનું પિયર રાજસ્થાનના સાંચોર જીલ્લાના મટરવામાં થાય છે. જેને અનાપુરગઢ ગામે પરણી હતી. એક દિકરો આઠ વર્ષ અને એક દીકરી પાંચ વર્ષની છે.

advt

 

જો કે, પતિએ દિકરો પોતાની પાસે રાખી દીકરી સાથે ત્રણ માસ અગાઉ તેણીને ઘરમાંથી હાંકી કાઢી હતી. અગાઉ ધાનેરા પોલીસ મથકે ફરીયાદ પણ નોંધાવી હતી. ન્યાય મેળવવા માટે ડી.એસ.પી. ઓફીસ ગઇ હતી. પરંતુ કોઇ કાર્યવાહી થતી નથી.

 

અમોએ અમારી જવાબદારી ઉપર સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાવી હતી. જમવા, ચા-પાણી નાસ્તો આપવા ગયા તો કહે મારા પુત્રનું મોઢું જોયા પછી જ જમીશ. જેને અમો ખાનગી વાહનમાં પાલનપુર લઇ આવ્યા હતા. અને મહીલા આયોગના રાજુલબેન સાથે વાત કરી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.

આ અંગે 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, ધાનેરામાં પરિણીતા એકલી હોવાનો કોલ મળતાં મહીલા પોલીસ શિલ્પાબેન સાથે ગયા હતા.જ્યાં તેણીએ પતિ પાસે જવાનું કહ્યુ હતુ. જો કે,તેનો પતિ અને સાસરીયા અમદાવાદ રહેતાં હોઇ ઘર બંધ હતુ. ફોન કરવા છતાં પતિ કે સસરાએ ફોન રિસિવ ન કરતાં તેને સુરક્ષિત સ્થળે ખસેડતાં હતા. ત્યારે રસ્તામાં તે બિમાર થતાં 108 ને સોંપી ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડી હતી.

 

From – Banaskantha Update


Share