પાલનપુરના મોરીયામાં બનાસ મેડીકલ કોલેજમાં 608 લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા : 20 લાખ પશુઓનું ટેગિંગ કરી આધારકાર્ડ અપાશે

Share

બનાસ મેડીકલ કોલેજ મોરિયામાં ગુરુવારે ચેરમેનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લામાં પશુદીઠ સૌથી વધુ દૂધ ઉત્પાદન મેળવનાર કર્મયોગી બહેનોને રોકડ ઇનામ આપીને સન્માન કર્યું હતું. એજ પ્રમાણે કૃત્રિમ બીજદાન ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર એ.આઈ. કર્મચારીઓને પણ રોકડ ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

પાલનપુરના મોરિયામાં આવેલી બનાસ મેડિકલ કોલેજમાં ગુરુવારે ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દુધાળાં પશુઓનું ડેરી એકમ સ્થાપીને જીલ્લાના ખેડૂતો અને પશુપાલકો આત્મનિર્ભર બને તે માટે સરકારની પશુ ડેરી ફાર્મ યોજના અંતર્ગત બનાસડેરીએ 608 લાભાર્થીઓને 11 કરોડની સહાયના ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, ‘પશુદીઠ વધુ દૂધ ઉત્પાદન મેળવીને જીલ્લાની બહેનોએ અથાગ પુરુષાર્થનું કામ કર્યું છે.

advt

 

 

જીલ્લા કક્ષાએ ભેંસ વિભાગમાં દૈનિક 24.6 લીટર દૂધ મેળવનાર ઉજ્જ્નવાડાના જેઠીબેન શંકરભાઈ રાવલ, દેશી ગાય વિભાગમાં દૈનિક 22.4 લીટર દૂધ મેળવનાર જડીયાલીના રમકુંબેન ખેંગાર ચૌધરી અને એચ.એફ.ગાય વિભાગમાં દૈનિક 41.72 લીટર દૂધ મેળવનાર સરદારપુરાના કુંવરબેન જેસુંગભાઈ પટેલને રૂ.15,000ના ઇનામથી નવાજ્યા હતા. જો કે, ચેરમેનએ તમામ ઇનામોની રકમ ડબલ આપવાની જાહેરાત કરતાં તમામ બહેનોને ઇનામની રકમ બેવડાઇ હતી.

 

 

કેન્સર જેવા અસાધ્ય રોગોનો સામનો કરવા જીલ્લો ઓર્ગેનિક જીલ્લો બંને તે દિશામાં બનાસડેરી પણ કામ કરશે અને લોકોની સુખાકારી માટે ચીજ વસ્તુઓનું ઓર્ગેનિક માર્કેટ ઉભું થાય તે માટે બજાર ઉભું કરીને જીલ્લાના ખેડૂતોની આર્થિક સમૃદ્ધી પણ વધારવાનું કામ કરશે.

 

 

આ ઉપરાંત બનાસકાંઠામાં 20 લાખ પશુઓનું ટેગિંગ કરી આધાર કાર્ડ અપાશે તેમ પણ ઉમેર્યું હતું.’ આ પ્રસંગે બનાસડેરીના ડીરેકટર જોઈતાભાઈ પટેલ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, ઈ.એમ.ડી. સંગ્રામભાઈ ચૌધરી, વા.ચેરમેન ભાવાજી રબારી, નિયામક મંડળના સભ્યો દિલીપસિંહ બારડ, ઈશ્વરભાઈ પટેલ, મુળજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, રામજીભાઈ દેસાઇ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share