ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પૂર્વ સાસંદની વરણી કરાઇ : વિપક્ષ નેતા તરીકે તાપી જેતપુરના આદિવાસી ધારાસભ્યની વરણી કરાઇ

Share

ગુજરાત કોંગ્રેસના નવા સુકાની એટલે પ્રદેશ પ્રમુખ તરીકે ઓ.બી.સી. સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની પસંદગી કરાઇ છે. આ સાથે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તાપી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઇ છે. છેલ્લા અનેક માસથી કોંગ્રેસ પાર્ટી અસમંજસ સ્થિતિમાં હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. હવે કોંગ્રેસના કાર્યકર્તાની આતુરતાનો અંત આવ્યો છે.

 

ઉત્તર ગુજરાતના ઓ.બી.સી. સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડયા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009 ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડયા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

advt

 

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પસંદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડયા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડયા હતા.

 

પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.

 

 

કોંગ્રેસ દિલ્હી હાઇ કમાન્ડ છેલ્લાં અનેક માસથી મંથન કરી રહી હતી કે ગુજરતમાં કોંગ્રેસનુ સુકાન કોને સોપવામા આવે. કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણના પગલે પંસદગીમાં પેચ ફસાયો હતો. કોંગ્રેસના બે ગ્રુપ આમને સામને આવી ગયા હતા. આખરે અનેક અટકળો પછી કોંગ્રેસને નવા સુકાની મળ્યા છે.

 

 

 

બે દિવસ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને ટ્વિટ કરીને માંગણી કરી હતી કે, ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ બદલી નાખ્યા છે, ત્યારે ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે એવી લડાયક નેતાગીરી ઊભી કરવાની જરૂર છે.

 

From – Banaskantha Update


Share