ભાભરના અબાળામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

Share

બનાસકાંઠા જીલ્લાના ભાભરના અબાળામાં ગઈકાલે ગુરુવારે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર મારી હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે આ વિડીયોને સરખાવીને લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.

 

 

 

ભાભરના અબાળા ખાતે ગઈકાલે રાત્રે જોગમાયા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોરસેના-અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીને આમંત્રિત કરાયા હતા.

 

 

 

જેના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ બોલિંગ કરી હતી. જ્યારે અલ્પેશ ઠાકોરે બેટિંગ કરી તેમની બોલિંગ પર સિક્સર ફટકારતાં ઉપસ્થિત લોકોએ તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો.

 

 

 

એક ચૌધરી સમાજના નેતા અને એક ઠાકોર સમાજના નેતાને ક્રિકેટ પિચ પર મેચ રમતાં જોઈ લોકોએ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અનેક અટકળો લગાવી હતી. ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્લીન બોલ્ડ થશે કે સિક્સર ફટકારશે એ જોવાનું રહ્યું.

 

From – Banaskantha Update


Share