જુનાડીસાની શાળામાં કમ્પાઉન્ડમાં નવી બિલ્ડીંગનો કાટમાળ દુર ના કરાતાં નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા

Share

છેલ્લા કેટલાક સમયથી વહીવટીતંત્રની અનેક ઘોર બેદરકારી બહાર આવતી હોય છે જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ પ્રાથમિક શાળા નં 4માં સરકાર દ્વારા શાળાનું નવું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું છે જેમા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાવેલ નવી શાળામાં કોન્ટ્રાકટરને કામગીરી કરવામાં આવી છે.

પરંતુ શાળાની બિલ્ડીંગની કામગીરી પુર્ણ થવા પામી છે છતાં હજુસુધી કાટમાળ દુર કરવામાં આવેલ નથી જ્યારે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ચાલું કરવામાં આવી છે ત્યારે જુના ડીસા પ્રાથમિક શાળામાં જુની શાળામાં અભ્યાસ કરવા આવતાં બાળકોને કાટમાળ ઉપરથી ચાલી અભ્યાસ કરવા જવા મજબૂર બની રહ્યા છે.

શાળાના આચાર્ય દ્વારા વારંવાર કોન્ટ્રાકટરને ટેલિફોનીક જાણ કરી કાટમાળ દુર કરવા જણાવ્યું હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કૌણ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અઘિકારીને જાણ કરાતાં શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાટમાળ દુર કરવાની કોન્ટ્રાકટરને સુચનાઓ આપવામાં આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કોન્ટ્રાકટર દ્વારા શાળાનાં મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલ કાટમાળ કયારે દુર કરાશે કે પછી હોતી હૈ ચલતી હૈની નીતી અપનાવશે.

From – Banaskantha Update


Share