લાખણીના જસરામાં જન્મનો દાખલો બીજા દિવસે આપવાનું કહેતાં શખ્સે શિક્ષક પર હુમલો કરતાં ચકચાર

Share

 

લાખણી તાલુકાના જસરા ગામમાં શાળા છૂટ્યા પછી ગામનો શખ્સ જન્મ તારીખનો દાખલો લેવા જતાં બીજા દિવસે આવવાનું કહેતાં શખ્સે મુખ્ય શિક્ષક ઉપર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. જેમાં જસરા ગામમાં કોરસીભાઇ મફાજી ઠાકોર સોમવારે સાંજે 5 વાગ્યે શાળા છૂટ્યા પછી શાળામાં કુટુંબના જન્મ તારીખના દાખલા લેવા ગયા હતા.

 

 

ત્યારે શાળાના મુખ્ય શિક્ષક ડીસાના સમૌ મોટાના પ્રવિણભાઇ પ્રભુરામ રાજગોર ઓફીસમાંથી બહાર નીકળ્યા હોઇ સવારે આવવાનું કહ્યું હતું. જો કે,કોરસીભાઇએ ચૂંટણીનું ફોર્મ ભરવું હોઇ 5-10 મિનિટમાં વિગતો લઇને આવું છું.

 

 

 

 

થોડીવાર રોકાઇને દાખલા આપવાનું કહેતાં પ્રવિણભાઇ સ્ટાફના જીવાભાઇ ડી. પરમાર અને તરૂણભાઇ ભરવાડ સાથે રોકાયા હતા. સાડા પાંચ વાગ્યે કોરસીભાઇ 7-8 વ્યક્તિઓની વિગતો લઇને આવ્યા હતા.

 

 

 

 

જે જૂના રેકર્ડમાં હોવાથી શોધતા વાર લાગે એમ હોઇ બીજા દિવસે આવવાનું કહેતાં ઉશ્કેરાયેલા કોરસીભાઇએ અપશબ્દો બોલી છાતીમાંથી ઝડપી જમીન ઉપર પછાડી પાટુઓથી માર માર્યો હતો. આ અંગે પ્રવિણભાઇએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share