બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ડીસા શહેરમાં મામલતદાર કચેરી અને પંચાયત ખાતે સરપંચો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં વાહનો લઈને આવી રહ્યા છે જેને લઇને ડીસા શહેર તેમજ હાઇવે માર્ગો પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે.
[google_ad]
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે જેને લઇને ગામના સરપંચો પોતાની ઉમેદવારીઓ નોંધાવવા માટે પોતાના ટેકેદારો સાથે જે તે જગ્યાએ આપેલા સ્થળ પર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
[google_ad]
ત્યારે ડીસા ખાતે પણ આવેલ મામલતદાર કચેરી તેમજ પંચાયત ખાતે અલગ અલગ જગ્યા પર ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચો પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં વાહનો સાથે ડીસા શહેરમાં આવી રહ્યા છે જેના કારણે ડીસા શહેરના માર્ગો તેમજ હાઈવે ખાતે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ડીસા ખાતે આવેલ જલારામ મંદિરની સામે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં વાહન ચાલકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
From – Banaskantha Update