ડીસાની નવજીવન બી એડ્‌. કોલેજમાં અંગદાન જાગૃતિ રથનું ભવ્ય સ્વાગત કરાયું

Share

 

અંબાજીથી શરૂ થયેલ અંગદાન અંગેની જાગૃતિ રથનું ડીસામાં રેલી યોજી નવજીવન બી એડ્‌. કોલેજમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઇ દેશમુખ દાદાએ અંગદાન અંગે યુવાનોને કાર્ય કરવા માટે આહવાન કર્યું હતું.

[google_ad]

 

 

મહારાષ્ટ્રના વતની દિલીપભાઇ દેશમુખ દાદાને અંગ પત્યારોપણ દ્વારા 16 માસ પહેલાં નવજીવન મળ્યું છે. તેઓએ ત્યારથી મક્કમ ધ્યેય દ્વારા અંગદાન જાગૃતિ અંગેના પ્રયાસો શરૂ કર્યાં છે. અંબાજીથી અંગદાન જાગૃતિ રથ લઇ નીકળેલા દિલીપભાઇ દેશમુખ દાદા અને અન્ય યુવા કાર્યકરોની ડીસાના પ્રવેશ દ્વારમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.

[google_ad]

 

 

ત્યારબાદ બાઇક રેલી સ્વરૂપે ડીસાના મુખ્ય માર્ગો પર રેલી કરી અંગદાનની જાગૃતિ ફેલાવી હતી. ત્યારબાદ ડીસાના નવજીવન બી એડ્‌. કોલેજમાં ગુરૂવારે અંગદાન રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

[google_ad]

 

 

આ અંગે દાદા દિલીપભાઇ દેશમુખે તમામ તાલીમાર્થીઓને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘ત્રણ લાખ લોકોને અંગેની જરૂર છે ત્યારે અંગદાન અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આ અભિયાનને બનાસકાંઠા જીલ્લામાં વેગવંતુ બનાવવા યુવાનોને અપિલ કરૂં છું. કેવા સંજોગોમાં અંગદાન કરી શકાય તે અંગે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી.’

[google_ad]

 

 

 

 

 

 

આ યાત્રા રથના દાતા ટી.પી રાજપૂત, પીરાભાઇ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઇ માળી, કનુભાઇ વ્યાસ, સામાજીક કાર્યકર કનુભાઇ જાેષી, રથના કન્વીનર માનાભાઇ પટેલ, બી.એડ્‌. કોલેજના ટ્રસ્ટી બાબુભાઇ પટેલ અને સામાજીક કાર્યકર ડૉ. રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાદા દિલીપભાઇ દેશમુખ નિર્મિત ‘તર્પણ’ નામની ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી. આમ બનાસકાંઠા જીલ્લામાં અંગદાન યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share