ડીલીવરી કરવા આવેલો સ્કૂલ બેગમાં રૂ. 1.98 લાખના અફીણના જથ્થા સાથે વિદ્યાર્થીને પોલીસે ઝડપ્યો : કામ માટે કિશોરને 5 હજાર મળ્યા

Share

સુરત પોલીસ નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક પછી એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતાં અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

[google_ad]

 

સ્કૂલ-બેગમાં અંદાજે 2 કીલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડીલીવરી કરવા આવી રહેલાં ધોરણ-9 ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. નશાના કારોબારીઓ કિશોરોનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ 1.98 લાખના અફીણના જથ્થા સાથે પકડી પાડીને એ કોને આપવાના હતા એ સહીતની વધુ તપાસ હાથ ધરી રહી છે. પકડાયલો બાળ કિશોર પાસે નશાના સોદાગર સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરાવતાં હોવાનું બહાર આવ્યું છે.

[google_ad]

 

આ અંગે પુણા પોલીસે જણાવ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકિશોર (ઉં.વ. આ.16 વર્ષ) 10 માસ 29 દિવસ (આધારકાર્ડ મુજબ) રહેવાસી-રાજસ્થાન પાસેથી અફીણ 1.980 કિગ્રા, જેની કિંમત.રૂ 1.98 લાખ,વગર પાસ પરમિટે પોતાની પાસે રાખી હેરાફેરી કરતાં પકડાઇ ગયો હતો.

[google_ad]

 

બાળકિશોરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, અફીણનો જથ્થો વોન્ટેડ આરોપી-ગોપાલ રતનજી શર્મા રહેવાસી-ઇટાવા તા-બેગુ થાના-પારસોલી જી-ચિતોડગઢ (રાજસ્થાન) નાઓ પાસેથી લઈ સુરત ડીલીવરી આપવા આવ્યો હતો. ડીલીવરી લેનારા અજાણ્યો ઇસમના નામ-સરનામાની ખબર નથી. મોબાઇલ નંબરની પણ ખબર નથી. કિશોરને આ કામ માટે રૂ. 5 હજાર આપવામાં આવ્યા હતા.

[google_ad]

advt

 

 

પોલીસે અન્ય મુદ્દામાલ મોબાઇલ નંગ-2, જેની કુલ કિ. રૂ. 7500 તથા આધારકાર્ડ તથા કાળા કલરની સ્કૂલ-બેગ મળી કુલ મળીને.રૂ. 2,05,500ની મત્તા જપ્ત કરી છે. પુણા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.કે. રાઠોડ સર્વેલન્સ સ્ક્વોડે આ કામગીરી કરી છે.

[google_ad]

 

 

જથ્થો આપનાર વોન્ટેડ જાહેર
(1) અફીણના જથ્થા સાથે પકડાયેલા- કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર (ઉં.વ આ.16) 0 માસ 29 દિવસ (આધારકાર્ડ મુજબ) રહેવાસી-રાજસ્થાન, (2) અફીણનો જથ્થો મોકલનાર વોન્ટેડ આરોપી-ગોપાલ રતનજી શર્મા, રહેવાસી ઇટાવા, તા-બેગુ, થાના- પારસોલી જી-ચિતોડગઢ (રાજસ્થાન)

 

From – Banaskantha Update


Share