ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચો અને સભ્યો ફોર્મ ઉમેદવારી નોંધાવતાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી ધજાગરા ઉડાવે છે

Share

ભારતમાં એક કહેવત મશહૂર છે “આગ લાગે ત્યારે કૂવો ખોદવો” આ કહેવત બનાસકાંઠા જીલ્લાના વહીવટી તંત્ર પર પૂરેપુરી ફિટ બેસી રહી છે. વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારી પત્રો ભરવા માટે મોટી સંખ્યામાં લોકો નિયત કરેલા સ્થળો પર પહોંચી રહ્યા છે. પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવા આવતાં લોકો અને તેમના સમર્થકો કોરોના વાઇરસને લઈ આપવામાં આવેલી સરકારની ગાઈડલાઇનનો ભંગ કરી રહ્યા છે.

[google_ad]

 

 

ડીસાની મામલતદાર કચેરીમાં અત્યારે સરપંચ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને સરપંચ માટે ઉમેદવારી નોંધાવવા આવતાં લોકોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. પરંતુ અહી આવતાં તમામ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે અને ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા નથી મળી રહ્યું.

[google_ad]

 

 

 

ગત વર્ષે એપ્રિલ 2020માં પણ કોરોનાની બીજી લહેરે આતંક મચાવ્યો હતો. અને બીજી લહેર પાછળ જવાબદાર ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાનું સામે આવ્યું હતું. તે સમયે પણ લોકો કોરોનાને ભૂલી ગયા હતા અને સરકારની તમામ ગાઈડલાઇનનો ભંગ કરતાં નજરે પડયા હતા અને તેના પરિણામ સ્વરૂપે કોરોના વાઇરસની બીજી લહેરે ભારે આતંક મચાવ્યો હતો.

[google_ad]

 

 

 

તંત્ર પણ કોરોના વાઇરસની બીજી લહેરને અટકાવવા માટે નિષ્ફળ જતું નજરે પડયું હતું. ત્યારે એકવાર ફરી હવે ઓમિક્રોન વાઇરસને લઈ કોરોનાની સંભવિત ત્રીજી ખતરનાક લહેર દસ્તક આપી રહી છે અને તેવા સમયે આ દ્રશ્યો આગામી સમયમાં ગંભીર પરિણામ લાવી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share