ડીસા તાલુકા સંઘમાં આરોગ્યની સેવા આપતાં કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

Share

ડીસા તાલુકા સંઘમાં ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનો ગુરૂવારે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોરોના કાળમાં પોતાના જીવના જોખમે લોકોને આરોગ્યની સેવા પુરી પાડનાર આરોગ્ય અધિકારીઓ આશા વર્કર અને આરોગ્ય સાથે જોડાયેલા વિવિધ સ્ટાફને કોરોના વોરિયર્સ સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.

[google_ad]

 

 

જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં લોકો જ્યારે પોતાના જીવને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે આરોગ્યના કર્મચારીઓએ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડી જીવન બચાવવાની સુંદર સેવા આપી હતી.

[google_ad]

 

કોઇપણ સમય જીવને દાવ ઉપર રાખી સતત ખડેપગે રહ્યા હતા અને આ માટે કરીને તેમનું સન્માન કરવું એ એક ધારાસભ્ય તરીકે તેમની ફરજ છે અને તમામ આરોગ્ય કર્મચારીની સેવા અને તેમને વખાણી તેમજ પ્રોત્સાહીત કર્યાં હતા.

[google_ad]

 

આ પ્રસંગે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર, ડીસા બ્લોક હેલ્થ ઓફીસર જીગ્નેશભાઇ હરિયાણી, ડો. જીતેન્દ્રભાઇ ગૌસ્વામી અને પી.એચ.સી. કેન્દ્રના મેડીકલ ઓફીસરો સહીત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share