પાલનપુરના ચિત્રાસણીમાં ચોરી બાબતે 2 શખ્સને માર મારતા ફરિયાદ નોંધાઈ

Share

પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસે આવેલ આર.એમ.પી.એલના પ્લાન્ટમાં હેલ્પર તરીકે કામ કરતા યુવકને પ્લાન્ટના માલિક સહિત ત્રણ શખ્સોએ પ્લાટમાં માલ તોડવાનું બ્રેકર ચોરી બાબતે પ્લાન્ટમાં કામ કરતા હેલ્પર અને તેના પિતાને મારમારી જાતિ અપમાનિત કરતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામ ખાતે રહેતા જયેશભાઈ હેમરાજભાઈ ભીલ ચિત્રાસણી પાસે આવેલ દેવેન્દ્રભાઈ પટેલ રહે કોઇટા પુરા વાળાના આર.એમ.પી.એલના પ્લાન્ટમાં પ્લાન્ટ પર હેલ્પર તરીકે છેલ્લા બે માસથી માસિક પગાર રૂ.8,000માં નોકરી કરે છે તેમજ જયેશભાઈ હેમરાજભાઈ ભીલ સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી પ્લાન્ટ પર કામ કરે છે.

 

[google_ad]

તારીખ 28/11/2021ના સવારે 10 વાગ્યે આસપાસ જયેશભાઈ હેમરાજભાઈ ભીલ પ્લાન્ટ ઉપર ગયેલ અને કામકાજ કરતા હતા તે દરમિયાન પ્લાન્ટ ઉપરથી કોઈ વ્યક્તિ માલ તોડવાના બ્રેકર ચોરી કરી લઇ ગયેલ હોય જે બ્રેકર ચોરી બાબતે જયેશભાઈ હેમરાજભાઈ ભીલના ચેકના દિકરા હાર્દિકભાઈ તથા ચેતનભાઇ જયેશભાઈ ભીલ પર શક કરતા રાખી જયેશભાઈ હેમરાજભાઈ ભીલને કહેલ કે અમારા પ્લાન્ટ પરથી બ્રેકરની ચોરી તે કરેલ છે જે બાદ જયેશભાઈ હેમરાજભાઈ ભીલે કહેલ કે મેં ચોરી કરેલ નથી જે બાદ હાર્દિકભાઈ તથા ચેતનભાઇ આ બંને જણ એકદમ ઉશ્કેરાઇ જઇ જયેશભાઈ ભીલને મા બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ તેમજ જાતિ વિરુદ્ધ ગાળો બોલી અમારા પ્લાન્ટમાંથી ટ્રેક્ટરની ચોરી કરેલ છે તેમ કહી ચેતનભાઇ તેના હાથમાં રહેલ લાકડી વડે માર મારવા લાગેલ.

 

[google_ad]

તેમજ હાર્દિકભાઈ છે જયેશભાઈ ભીલને લાફો મારેલ તે બાદ સાંજના આશરે ત્રણ વાગ્યે જયેશભાઈ હેમરાજભાઈ ભીલના શેઠ દેવેન્દ્રભાઈ આવેલ તે પણ જયેશભાઈ ભીલને મા બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ તેમજ માર મારવા લાગેલ જે બાદ હાર્દિકભાઈએ જયેશભાઈ હેમરાજભાઈ ભીલના પિતા હેમરાજભાઈ ભીલને ફોન કરી પ્લાન્ટ પર બોલાવેલ તે બાદ આ ત્રણેય શખ્સો ભેગા થઈ જયેશભાઈ ભીલ અને તેના પિતાને કહેલ કે અમારા પ્લાન્ટ પરથી માલ તોડવાના બ્રેકર ચોરી કરી લઇ ગયેલ છો તે અમોને પાછા આપો અને જો નહીં આપો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવા લાગેલ.

 

[google_ad]

જે બાદ જયેશભાઈ બિલ અને તેમના પિતા બંને પોતાના ઘરે આવેલ અને જયેશભાઈ હેમરાજભાઈ ભીલને શરીરનો દુખાવો થતા 108 મારફતે અમીરગઢ સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા જે બાદ જયેશભાઈ હેમરાજભાઈ ભીલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ચેતનભાઈ પટેલ રહે. ચિત્રાસણી, પાલનપુર હાર્દિકભાઈ દેવેન્દ્રભાઈ પટેલ રહે. કોઇટા પુરા ગામ, માલણ, પાલનપુર વાળા તેમજ દેવેન્દ્રભાઈ પટેલ રહે.કોઇટા પુરા ગામ માલણ, પાલનપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલનપુર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share