થરાદ: હિદુ યુવા સંગઠને 4 દીકરીના પિતાના કેન્સરના રિપોર્ટ કરાવ્યા તો કેન્સર નહિ પરંતુ ટીબીની બિમારી નિકળી

Share

હિંદુ યુવા સંગઠન દ્વારા થરાદ તાલુકાના વજેગઢમાં રહેતા અને ચાર દીકરીઓના પિતાને કેન્સરની સારવાર કરવા માટે પાલનપુર લવાયા હતા. જ્યાં તેમના રિપોર્ટ કરાવતાં કેન્સર નહી પણ ટીબીની બિમારી હોવાનું નિદાન થતાં દર્દી અને તેમના પરિવારજનોમાં ખુશીનો પાર નથી રહ્યો છે. સંગઠન દ્વારા હવે ટીબીની બિમારીનો ઇલાજ તદ્દન વિનામૂલ્યે કરાવવામાં આવનાર છે.

 

[google_ad]

થરાદ તાલુકાના વજેગઢમાં રહેતા અને ચાર દીકરીઓના પિતા ઓડ ફુલાભાઈ વીરાભાઇને કેન્સરની બીમારી હોવાથી હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની સેવાભાવી દિપકભાઈ કચ્છવા, નીરવભાઈ ઝવેરીના સહયોગથી પાલનપુર શંકુલ હોસ્પિટલમાં લઇ જઇને તબીબ મુકેશ ચૌધરીના કહેવા મુજબ સિટી સ્કેન અને બાયોસ્પી કરાવી હતી.

[google_ad]

આ અંગે નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, પાલનપુર સંકુજ હોસ્પિટલમાં બાયોપ્સી રિપોર્ટ કરાવી અમદાવાદ મોકલાવેલ હતો જ્યાંથી કેન્સરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને રિપોર્ટમાં ટીબી છે એવું તબીબ દ્વારા જણાવાયું હતું. જે સાંભળી દર્દી ફૂલાભાઈના આનંદનો પાર નહતો રહ્યો એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે, હવે મને કોઈ ચિંતા નથી. ટીબીને તો પહોંચી વળીશ. આ રિપોર્ટ ભણસાલી હોસ્પિટલમાં તબીબને બતાવ્યા હતા. જેમણે પણ એક્સ-રે અને બીજા બ્લડનાં રિપોર્ટ કરાવ્યા હતા અને ટીબી હોવાનું નિદાન કર્યુ હતુ.

 

[google_ad]

ભણસાલી હોસ્પિટલના રમેશભાઈ સુથાર દ્વારા તાત્કાલિક ટીબીની સારવાર માટે દસ્તાવેજી કાગળનું કામ સાથે રહીને ઝડપી કરાવીને ડીસા સિવિલમાં દવા માટે મોકલાયા હતા. જોકે, ફુલાભાઇ વજેગઢના વતની છે અને ઇંટો પાડવા માડકા ગામે રહે છે. જેથી એમના રહેઠાણથી મોરેખા ગામના સિવિલમાં દવા અને સારવાર મળે એ માટે ડીસા સિવિલમાં ટીબી વિભાગ માંથી બધી સગવડ કરાવી આપી હતી.

 

 

From – Banaskantha Update


Share