ACBની સફળ ટ્રેપથી નાયબ નિયામક અને હેડ ક્લાર્ક 30,000 લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

Share

સુરતમાં જમીન દફતરની કચેરીમાં ઇન્ચાર્જ નાયબ નિયામક ફરિયાદીના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા બદલ ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મારફતે રૂા. 30,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જ્યારે એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી બુધવારે રૂા. 30,000ની લાંચ લેતાં ઇન્ચાર્જ નાયબ નિયામક અને ઇન્ચાર્જ હેડ ક્લાર્કને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, સુરતમાં જમીન દફતરની કચેરીમાં ફરજા બજાવતા નાનપુરામાં ઇન્ચાર્જ નાયબ નિયામક ફરિયાદીના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા બદલ નાયબ નિયામક જમીન દફતરના ઇન્ચાર્જ હેડ ક્લાર્કે રૂા. 30,000ની લાંચની માંગણી કરી હતી. જ્યારે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

 

[google_ad]

જ્યારે એ.સી.બી.એ ફરીયાદીની ફરિયાદ આધારે અમદાવાદ રી. પોલીસ ઇન્સપેક્ટર ફીલ્ડ-3 (ઇન્ટેવિંગ) એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારી એ.પી. ચૌધરી, અમદાવાદ પોલીસ ઇન્સપેક્ટર એ.સી.બી. ફીલ્ડ-2 બાડા યુનિટના વી.એસ. વાઘેલા, એ.સી.બી.ની ટીમ અને અમદાવાદ મદદનીશ નિયામક ફીલ્ડ-3 ઇન્ટેવિંગ એ.સી.બી.ના સુપરવિઝન અધિકારી એન.ડી.ચૌહાણે છટકું ગોઠવ્યું.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

સુરતની નાનપુરાની નાયબ નિયામક જમીન દફતરની કચેરીમાં નાયબ નિયામક જમીન દફતરના ઇન્ચાર્જ હેડ ક્લાર્ક વર્ગ-3 ગિરીશભાઇ મોહનભાઇ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.30,000ની લાંચની માંગણી કરી સ્વીકારી પોતે સુરતમાં જમીન દફતરની કચેરીમાં ફરજા બજાવતા નાનપુરામાં ઇન્ચાર્જ નાયબ નિયામક વર્ગ-1 કે.પી.ગામીતના કહેવાથી બુધવારે રૂા. 30,000ની લાંચની માંગણી કરતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ અંગે અમદાવાદ એ.સી.બી.ની ટીમે 2 શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From – Banaskantha Update


Share