અમીરગઢમાં ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો

Share

અમીરગઢમાં બે ટ્રક વચ્ચે અકસ્માત થયો. અમીરગઢના ખુણીયા પાટિયા નજીક નેશનલ હાઈવે પર એક ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક બેકાબૂ બની હતી. જે બાદ ટ્રક સામેથી આવી રહેલી એક બીજી ટ્રક સાથે ટકરાઈ હતી જેથી અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમીરગઢના ખુણીયા પાટિયા નજીક નેશનલ હાઈવે પર એક ટ્રકનું અચાનક ટાયર ફાટ્યુ હતું. જેથી ટ્રક બેકાબૂ બની સામે આવતા ટ્રક સાથે અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો.

[google_ad]

આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર રાત્રીના સમયે ટ્રાફિક જામ પણ થયો હતો. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અકસ્માતમાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોની મદદથી 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share