પાટણમાં જર્જરીત મકાનની છત ધરાશાયી થતાં દોડધામ : સદનસીબે મોટી દુર્ઘટના ટળી

Share

પાટણ શહેરમાં લીંબચ માતાની પોળમાં એક મકાનની છત ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. મંગળવારે રાત્રે નવ વાગ્યા આજુબાજુ મકાનની છત ધરાશાયી થઇ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણ શહેરના લીંબચ માતાજી પોળ વિસ્તારમાં રહેતાં લિંબાચીયા કિશન વશુંદેવ ભાઈનું જૂનું મકાન જર્જરીત હાલતમાં હતું. ત્યારે મંગળવારે રાત્રે 9 વાગ્યા આસપાસ મકાનના પહેલાં માળની સમગ્ર છત એકાએક ધરાશાયી થઈ કાટમાળ નીચે પડતાં ધડાકાભેર અવાજથી વિસ્તારમાં હલચલ મચી ગઇ હતી.

[google_ad]

advt

 

 

ધડાકાભેર અવાજથી આજુબાજુના રહીશો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે, સદનસીબે ઘરમાં એકલા રહેતાં કિશન ઘટના દરમિયાન ઘરમાં જ હોવાથી અને આસપાસ અન્ય બાળક કે રહીશ ન હોવાથી કોઈને ઇજાઓ ન પહોંચતાં મોટી દુર્ઘટના ટળી હતી.

 

From – Banaskantha Update


Share