પાલનપુરનું સાગ્રોસણા ગામ છેલ્લા 20 વર્ષથી સમરસ બની ચુટણી કાવાદાવાથી દૂર રહ્યું છે : ગામલોકો સાથે મળી સરપંચની પસંદગી કરે છે

Share

ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. ત્યારે ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. જો કે, ઘણા ગામડાની પંચાયત રાજકારણથી દૂર રહીને સમરસ બનતી હોય છે. આવું જ એક ગામ છે. પાલનપુર તાલુકાનું સાગ્રોસણા ગામ. જે છેલ્લા 20 વર્ષથી સમરસ બની ચૂંટણીના કાવાદાવાથી દૂર રહ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં જ ગામલોકો સાથે મળી સર્વાનુમતે સરપંચની પસંદગી કરે છે.

[google_ad]

 

 

 

સાગ્રોસણા ગામ અંદાજિત ત્રણ હજારની વસ્તી ધરાવે છે. જેમાં 2225 મતદારો છે. આ ગામમાં સરપંચની ચૂંટણી ન થવાના કારણે સમરસ બનતાં ગામની એકતા ભાઈચારો જળવાઈ રહ્યો છે. તો ગ્રામ પંચાયતને સમરસની વધારાની ગ્રાન્ટ મળતાં તેનો પણ ફાયદો થયો છે. ગામમાં પાણી વીજળી સફાઇ સહીતની તમામ પ્રાથમિક સુવિધાઓ સજ્જ છે.

[google_ad]

 

 

 

ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે પાલનપુર તાલુકાનું સાગ્રોસણા ગામ કે જે ગામમાં આજેપણ ચૂંટણીનો માહોલ જોવા મળતો નથી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામ પંચાયતો સમરસ બને તેવું આહવાન કર્યું હતું. જેનું પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે આજદિન સુધી પાલન કર્યું છે. ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી થઈ નથી. ચૂંટણી આવે ત્યારે ગામલોકો ભેગા મળી ગામને સમરસ કરે છે. સમરસ ગ્રામ પંચાયત થકી ગામ વિકાસના કામોમાં અગ્રેસર રહ્યું છે.

[google_ad]

 

 

 

ગામમાં પાકા રોડ, આર.સી.સી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની અને ગટર વ્યવસ્થા સહીતની પ્રાથમિક સુવિધાઓ છે. અંદાજે 3000ની વસ્તી ધરાવતા સાગ્રોસણા ગામમાં 2225 મતદારો છે. જો કે, છેલ્લા 20 વર્ષથી ગ્રામજનોને સરપંચની ચૂંટણી યોજાતી ન હોઈ મતદાન કરવા જવું પડતું નથી. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી યોજાય નહીં અને ગ્રામ પંચાયત સમરસ બને તેવો આશાવાદ ગ્રામજનો સેવી રહ્યા છે.

[google_ad]

 

 

સાગ્રોસણા ગ્રામ પંચાયત 20 વર્ષથી સમરસ બનતાં ગામની એકતા, ભાઈચારો જળવાઈ રહ્યો છે. ગામ પાણી, વીજળી, સફાઈ સહીતની તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે. ત્યારે આ ટર્મ પણ સમરસ થાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. આમ સમરસતાના મંત્રને સાર્થક કરી સાગ્રોસણા ગામ ચૂંટણી ટાણે થતાં રાજકીય કાવાદાવાઓથી દૂર રહેવામાં સફળ રહ્યું છે.

[google_ad]

advt

 

 

આ અંગે મહીલા અગ્રણી રામાબેન જુડાલે જણાવ્યું હતું કે, ગામમાં રસ્તાઓ પાણી ગટર વ્યવસ્થા લાઈટની વ્યવસ્થા એવા બધા સારા કામો કર્યા છે. સારો સરપંચ આવે ગામમાં એકતા રાખે એવો ગામમાં સરપંચ અમારે જોઈએ છે.

[google_ad]

 

 

 

આ અંગે ગામના યુવા અગ્રણી રમેશભાઈ જુડાલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમને જે સમરસની જે યોજના લાવી 20 વર્ષથી અમારું ગામ સમરસ થતું આવ્યું છે. જે આના પહેલા ટર્મ હતી એ પૂરેપૂરી મહીલા બોડી હતી. યોજનાઓની અંદર મહીલાઓએ અથાક પ્રયત્નો કરી ગામને વિકાસનો દોર આગળ વધાર્યો છે. એમને ખૂબ જ અભિનંદન પાઠવું છું.

[google_ad]

 

 

આ વખતે પણ અમારા ગામમાં પ્રયાસ ચાલી રહ્યો છે. નવ યુવા ભાઈ સમરસમાં આવે તેવી આશા રાખું છું. મોદી સાહેબ સમરસ ચૂંટણીની યોજનાઓ લાવ્યા, ચૂંટણીના સમયે સામ સમા સગા પણ તૂટી જતાં હતા જેવી લડાઈ અને ઝઘડાઓ થતાં હતા. એ ઝઘડાઓ બંધ કરી ગામની અંદર એકતા વધારી એમનો હું ખૂબ જ આભાર માનું છું.

[google_ad]

 

 

 

આ અંગે સ્થાનિક અગ્રણી અરવિંદકુમાર જુડાલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું વાતાવરણ ચાલી રહ્યું છે. પણ અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી સમરસ થાય છે અને થવાની છે. સરકારે અમને સારી એવી મદદ કરેલી છે. રોડ રસ્તા પાણીની વ્યવસ્થા અમારા ગ્રામ પંચાયત દ્વારા કરેલી છે.

 

From – Banaskantha Update


Share