ડીસામાં અનેક સમસ્યા નિવારણ બાબતે આપ દ્વારા પત્ર લખી રજૂઆત કરાઇ

Share

ડીસા નગરની જનતાને પડતી મુશ્કેલી અને અગવડતાં બાબતે તુરંત યોગ્ય પગલાં લેવા બાબત આપ દ્વારા ચીફ ઓફીસરને પત્ર લખી રજૂઆત કરાઇ હતી.

[google_ad]

File Photo

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે અને ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કર્યા છે. તો અનેક વિસ્તારમાં વિકાસથી વંચિત છે. તો બીજી તરફ નગરપાલિકા દ્વારા ડીસાની જનતાનું સુખ એજ આપણું સુખ હોઈ શકે. સામાન્ય નાગરિકોની સુખાકારી માટે આપને ઝડપી કામ કરાવવા માટે આપ દ્વારા અનેક મુદાને લઈ ડીસા નગરપાલિકા ચીફ ઓફીસરને પત્ર લખી રજૂઆત કરાઇ છે. જેમાં

[google_ad]

ડીસા નગરમાં આવેલા બમ્પની તાત્કાલીક સમીક્ષા કરી લોકોની જરૂરીયાત મુજબ યોગ્ય નિયમ મુજબ માપના અને નાના જેથી કોઈપણ વાહનોને નીચે અડકાય (ટચ ના થાય ) નહી તેવા હોય તે ઇચ્છનીય છે. દરેક બમ્પ ઉપર સફેદ પટ્ટા અથવા રેડીયમ અથવા બમ્પ લાઇટ મૂકવી જોઇએ. જેથી વાહનચાલકને બમ્પનું ધ્યાન રહે. નગરમાં અલગ-અલગ વિસ્તારમાં પાર્કીંગ માટે યોગ્ય જગ્યાની તાતી જરૂરીયાત છે. તે બાબતે ગંભીર બની યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી.

[google_ad]

File Photo

નગરના જાહેર માર્ગ ઉપર પાર્કીંગ માટે સફેદ લાઇન સ્પષ્ટ દેખાય તેવી દોરવા વિનંતી. રત્નાકર સોસાયટી -વિરેન પાર્કથી પાટણ હાઇવે (શ્યામ બંગલો) જોડતાં રોડ ઉપર ઝાડી (બાવળ) રોડ ઉપર આવી ગયા છે. તેનુ કટીંગ કરાવવું અને આ રોડની રેગ્યુલર યોગ્ય સફાઈ કરાવવી. નાનજી દેશમુખ ગાર્ડેન ફરી શરૂ કરવા યોગ્ય કામગીરી કરવા વિનંતી.

[google_ad]

advt

વોર્ડ નં. 4 અને નગરના અન્ય વિસ્તારના નાના બાળકોની રમત-ગમત માટે આવેલા મહીલા ગાર્ડેનની યોગ્ય મરામત કરી રમત-ગમતના સાધનોની સમીક્ષા કરી વ્યવસ્થિત કાર્યરત કરવા શહેરના માર્ગો ઉપર ખાડા પૂરવાની કામગીરી બદલ નગરપાલિકા ટીમને અભિનંદન અને નગરમાં ક્યાંય પણ આ કાર્ય બાકીના રહે તેની કાળજી લે આ તમામ મુદા સાથે આપ દ્વારા ડીસા નગરપાલિકા ચીફ ઓફીસરને લેખિત પત્ર લખી રજૂઆત કરાઇ છે.

 

From – Banaskantha Update


Share