કાંકરેજમાં દાદી-પૌત્રની હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં ગુન્હાઓના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેમાં પણ વાત કરવામાં આવે તો હત્યા અને આત્મહત્યાના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગત રોજ કાંકરેજ તાલુકાના શિહોરીમાં આવેલ રામજી મંદિર નજીક એક મકાનમાં મહીલા અને બાળકની ર્નિમમ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

[google_ad]

શિહોરી ખાતે રામજી મંદિરની સામે રહેતા શુશીલાબેન મુકેશભાઈ સાધુ ઉ.વ.47 રહે શિહોરી અને તેઓનો પૌત્ર ધાર્મિક ચિરાગભાઈ.ઉ.વ. 6ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

[google_ad]

જેમાં દીઓદર DYSP પી.કે.ચૌધરીના સુપરવિઝન અંતર્ગત શિહોરી PSI એ.કે.દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક તાપસનો ધમધમાટ ચાલુ કરી દેવાયો હતો. ફરિયાદી મણિલાલ હરગોવનદાસ સાધુ રહે શિહોરી રામજી મંદિરની ફરિયાદમાં જાણવેલ કે પોતાના નાના ભાઈની પત્ની શુશીલાબેન મુકેશભાઈ સાધુ ઉંવ.47 અને પૌત્ર ધાર્મિક ચિરાગભાઈ સાધુ ઉં.વ.6ને કોઈક અજાણ્યો ઈસમ દ્વારા ઘરમાં પ્રવેશ કરી તીક્ષણ હથિયાર વડે ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે ગળુ કાપી બંનેની નિર્મમ હત્યા કરેલ લાશો ઘરમાં પડી છે.

[google_ad]

તેવી જાણ થતા શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા શિહોરી PSI એ.કે. દેસાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી ઘટનાનો તાગ મેળવી અને દિયોદર DYSP પી.કે.ચૌધરીને જાણ કરી હતી. જેઓ તાત્કાલિક શિહોરી પહોંચી મૃતકના ઘર જઈ અને ફરિયાદીના શકમંદની માહિતી મેળવી હત્યારાને પકડવા તાત્કાલિક કામગીરી હાથ ધરેલ અને શિહોરી PSI એ.કે.દેસાઈએ ટિમ બનાવી હુમન ઇન્ટેલિજન્સના આધારે ફરિયાદીના શકમંદ તરીકે આપેલ નામના આરોપી મુકેશભાઈ કાનજીભાઈ રાવળ રહે.શંખલપુર(બહુચરાજી)ને શંખલપુર મુકામેથી ધરપકડ કરી શિહોરી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે ગુનો કર્યાની કબૂલાત કરી હતી.

[google_ad]

જેમાં મૃત્યુ પામનાર શુશીલાબેન સાધુનો પુત્ર ઉમંગ આરોપી મુકેશભાઈ કાનજીભાઈ રાવળની પત્ની સજ્જનબેનને આઠ મહિના અગાઉ ભગાવીને લઇ આવેલ જેનું મન દુઃખ રાખી આ બંનેની ઘાતકી હત્યા કર્યાનો ગુનો કબુલ કર્યો, ત્યારે શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં બમણા મર્ડરના આરોપીને જેના ઘરેથી ઝડપી પાડી પ્રસંસનીય કામગીરી કરી.

 

 

From – Banaskantha Update


Share