પોલીસ ભરતીના ઉમેદવારો સાથે વાવના કોંગ્રેસના ધારાસભ્ય સાડીમાં દોડી પ્રોત્સાહન પુરૂ પાડયું : કહ્યું તમારા દમ પર પરીક્ષા પાસ કરો

- Advertisement -
Share

 

રાજ્યભરમાં એલ.આર.ડી. અને પી.એસ.આઇ.ની ભરતીની લાખો યુવક અને યુવતીઓ તૈયારી કરી રહ્યા છે. તેમને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે ઘણા લોકો પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ આ યુવાઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે.

[google_ad]

 

 

 

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ સાડીમાં યુવક અને યુવતીઓ સાથે દોડી રહ્યા છે અને તેમને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે.

[google_ad]

 

 

ગુજરાતભરમાં પોલીસની ભરતીને લઇને લાખો યુવક-યુવતીઓ પૂરજોશમાં દોડની તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં યુવતીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા અને એમનો જોશ વધારવા મોટીવેશન કરતો વાવના ધારાસભ્યનો પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાઓમાં જોશ પુરી દે તેવો એક વિડીયો વાયરલ થયો છે.

[google_ad]

 

 

જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતે જ યુવાન-યુવતીઓ સાથે દોડતાં નજરે પડે છે. ભાભરના સદારામ લાયબ્રેરીના બાળકોને અનોખું પ્રોત્સાહન પાડજો સોશિયલ મિડીયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

[google_ad]

 

 

આ વિડીયોમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં પરીક્ષાના દિવસે જ્યાં પણ નંબર આવે ત્યાં આ છોકરાઓની વ્યવસ્થા હું કરીશ. દીકરીઓને દોડવા માટેનો ડ્રેસ કોડ અને રહેવાની વ્યવસ્થા પણ કરીશું અને તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું કે, કોઇપણ ભોગે જે કરવું પડે તે તમારા માટે કરીશું પણ નોકરી મેળવો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

કોઇ લાગવગ ચાલવાની નથી, તમે તમારા દમ પર મહેનત-મજૂરી કરીને પરીક્ષા પાસ કરો અને કોઇ મદદ કરે ના કરે, કોઇની અપેક્ષા રાખ્યા વિના તમારા દમ પર નોકરી મેળવી સમાજનું અને પરિવારનું ગૌરવ વધારો એવી અપેક્ષા રાખું છું.’

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પોલીસની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને પ્રેરણા આપતો બનાસકાંઠા જીલ્લાના એક 13 વર્ષિય કિશોરનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઇ હતો. જેમાં કિશોર જાણીતી કવિતાઓ બોલીને મોટીવેટ કરી રહ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

જેમાં તે કહે છે કે, ‘લોકો 42 કિ.મી.ની મેરેથોન દોડે છે તમારે 5 કિ.મી. જ દોડવાનું છે’. કિશોર બોલી રહ્યો છે કે, ‘જબ તક ન સફલ હો નિંદ ચેન કો ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તુમ. કુછ કિયે બીના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જય હિંદ જય ભારત.’

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!