વાવમાં આવેલા શોપિંગ સેન્ટરમાં એક મોબાઇલની દુકાનમાં સોમવારની મધરાતે અજાણ્યા શખ્સોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં CCTV કેમેરા પર ઝભલું પહેરાવી હાર્ડડીસ્ક લઈ તેમાંના રેકોર્ડિંગ ડેટા ડિલીટ મારી દુકાનમાં પડેલ રોકડ રકમ તેમજ મોબાઈલો મળી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દુકાનદારે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.
વાવમાં આવેલ ઠાકર દ્વારા શોપિંગમાં આવેલ ચિત્રોડ નામની મોબાઇલની દુકાનમાં સોમવારની મધરાતે કોઈક અજાણ્યા શખ્સો દ્વારા શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં દુકાનના સી.સી કેમેરા પર ઝભલું પહેરાવી હાર્ડડીસ્કના ડેટા ડિલીટ માર્યો હતો અને દુકાનમાં પડેલ 91 હજાર રોકડ રકમ 10 જેટલા મોબાઈલ મળી રૂપિયા 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.
વહેલી સવારે સફાઈ કામદારો આવતા દુકાનનું શટર તૂટેલું હોઈ દુકાન માલિક પ્રવિણસિંહ સોલંકીને જાણ કરી હતી. જેમણે જાણ કરતાં વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. આ અંગે દુકાન માલિક પ્રવિણસિંહ સોલંકીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
From – Banaskantha Update