સહેવાગે સંભળાવ્યો 19 વર્ષ જૂનો કિસ્સો- વર્લ્ડકપ મેચમાં શાહિદ આફ્રિદી સતત સચિનને ગાળો આપતો હતો

- Advertisement -
Share

આઇસીસી વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા ક્યારેય પાકિસ્તાન સામે હાર્યુ નથી. ટી-20 વર્લ્ડકપમાં જોકે, ટીમ ઇન્ડિયાએ એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે મેચ તો જોવા મળશે જ. એક એશિયા કપ દરમિયાન અને બીજી ટી-20 વર્લ્ડકપમાં. આ મહિનાની 28 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચરમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા હાઇ વોલ્ટેજ મેચ હોય છે અને આવી જ એક મેચનો કિસ્સો પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે સંભળાવ્યો છે. સહેવાગે 2003 વર્લ્ડકપના 19 વર્ષ પછી આ વાતનો ખુલાસો કર્યો કે જ્યારે તે સચિન તેંડુલકરનો રનર બનીને આવ્યો હતો ત્યારે શાહિદ આફ્રિદી સતત તેને ગાળ બોલતો હતો.

સચિને તે મેચમાં 98 રનની આક્રમક રમત રમીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. સચિને માત્ર 75 બોલમાં 12 ફોર અને એક સિક્સરની મદદથી આ રન બનાવ્યા હતા. સહેવાગ તે મેચમાં 14 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ સચિનના રનર તરીકે ફરી એક વખત ક્રીઝ પર ઉતર્યો હતો. સ્ટાર સ્પોર્ટ્સના એક વીડિયોમાં વીરેન્દ્ર સહેવાગે કહ્યુ, અમે જાણીયે છીએ કે તે ઘણી મહત્વની મેચ છે પરંતુ સચિન તેંડુલકર અનુભવી ખેલાડી હતો અને પાકિસ્તાન વિરૂદ્ધ કેટલીક મેચ રમી ચુક્યો હતો, તેને ખબર હતી કે તેને તેની માટે તૈયાર રહેવાનું છે.

તે સચિનની બેસ્ટ વર્લ્ડકપ ઇનિંગ હતી

સહેવાગે કહ્યુ, જો હું તેની વર્લ્ડકપ ઇનિંગની વાત કરૂ તો આ બેસ્ટ ઇનિંગ હતી. મને મેચ દરમિયાન તેનો રનર બનીને મેદાન પર ઉતરવુ પડ્યુ હતુ કારણ કે તેને ક્રૈમ્પ્સ થઇ રહ્યા હતા અને આફ્રિદી સતત તેને ગાળો બોલતો હતો. તે કઇને કઇ કહેતો હતો પરંતુ તે ફોકસ બનાવી રાખ્યો હતો અને તેને ખબર હતી કે ક્રીઝ પર તેના ટકી રહેવુ જરૂરી હતુ. તે નોર્મલી રનર નહતો લેતો પરંતુ તેને ખબર હતી કે જો હું રનર તરીકે આવ્યો તો તેની જેમ જ દોડીશ. કોઇ કન્ફ્યૂઝન નહી થાય.

અખ્તરને સચિને આપ્યો હતો જવાબ

સહેવાગે કહ્યુ, તેનાથી ફરક નથી પડતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ આઇસીસી ટૂર્નામેન્ટ હોય કે પછી દ્વિપક્ષીય સીરિઝ, આ હંમેશા તણાવપૂર્ણ હોય છે. આ દરમિયાન અમે બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે કઇને કઇ જોવા મળે છે. તે સમયે શોએબ અખ્તરનું એક નિવેદન સામે આવ્યુ હતુ કે હું ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરને આઉટ કરી નાખીશ પરંતુ ના તો મે અને ના તો સચિને તેને જોયુ હતુ પરંતુ સચિને પ્રથમ ઓવરમાં તેનો જવાબ આપ્યો હતો, તેને તે ઓવરમાં 18 રન ફટકાર્યા હતા.

ભારતે મેળવી હતી જીત

તે મેચની વાત કરીએ તો સઇદ અનવરની સદીના દમ પર પાકિસ્તાને 50 ઓવરમાં સાત વિકેટે 273 રન બનાવ્યા હતા. ભારતે 53 રન સુધી 2 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તે બાદ મોહમ્મદ કૈફ, રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહે મળીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. ભારતે 45.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 276 રન બનાવીને મેચને પોતાના નામે કરી લીધી હતી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!