પાલનપુરના મલાણામાં પાણીની માંગને લઇ સરકારે તળાવમાં પાણી નાખવાની જાહેરાત કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

પાલનપુરના મલાણા સહીતના આજુબાજુના 50 ગામોમાં પાણીને લઇને 2 વાર જંગી રેલી કરી આંદોલન છેડવામાં આવ્યું હતું. જે આંદોલનને લઇને આખરે સરકારે ખેડૂતોની પાણીની માંગણી સ્વીકારી છે.

 

20 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી મલાણા તળાવમાં પાણી નાખવાની જાહેરાત કરતાં 50 ગામના ખેડૂતો સહીત પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાના સમયમાં નજીવો વરસાદ થયો હતો.

 

ત્યારે બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયમાં પાણી ન હોવાના કારણે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં જળ સંકટ ઉભુ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા હતા અને દિવસેને દિવસે પાણીના તળ પણ ઉંડા જઇ રહ્યા છે.

 

જેના કારણે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે પાણીની માંગ સાથે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરી રહ્યા છે.

 

ત્યારે અગાઉ પાલનપુર તાલુકાના મલાણા સહીતના 50 ગામના ખેડૂતો મલાણા તળાવ પાણીથી ભરવા માટે સતત 2 વાર જળ આંદોલન છેડવામાં આવ્યું હતું.

 

ખેડૂતોએ જંગી રેલી કાઢી સરકાર સામે પાણીને લઇને આંદોલન છેડવામાં આવ્યું હતું. ખેડૂતોના આંદોલનને લઇને સરકારે ખેડૂતોની પાણીની માંગણી સ્વીકારી છે.

 

20 કિલો મીટર લાંબી પાઇપલાઇન થકી મલાણા તળાવમાં પાણી નાખવામાં આવશે. નર્મદા આધારીત કસરા પાઇપલાઇનમાંથી તળાવ ભરવાની અને ધનસુરા ડેમમાંથી પાઇપ દ્વારા પાણી પહોંચાડવાની સરકારે મંજૂરી આપવામાં આવી છે.

 

મલાણા તળાવમાં પાણી આવતાં જ આજુબાજુના 50 ગામોના ખેડૂતોને ફાયદો થશે અને 50 ગામના ખેડૂતો સહીત પશુપાલકોમાં હાલ ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!