શિહોરીમાં ખેડૂત પાસેથી બેંક ઓફ બરોડા બહાર 3 લાખ ભરેલ થેલાની ઉઠાંતરી, સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ હાથ ધરી

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના મુખ્ય વેપારી મથક શિહોરીમાં આવેલ બેંક ઓફ બરોડામાંથી મંગળવારે કુંવારવા ગામનો ખેડૂત પોતાના પાક ધિરાણ પેટે રૂ. 3,00,000 રોકડ રકમ લઇને બેંકમાંથી બહાર નીકળ્યા હતા. તે દરમિયાન પોતાના બાઇક સાથે લટકાવેલો થેલો કોઇ અજાણ્યો શખ્સ લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે દુકાનદારે શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના મુખ્ય વેપારી મથક શિહોરીમાં આવેલ બેંક ઓફ બરોડામાંથી મંગળવારે કુંવારવા ગામના ખેડૂત પોતાના પાક ધિરાણ પેટે રૂ. 3 લાખ રોકડ રકમ લઇને બેંકમાંથી બહાર નીકળી રહ્યા હતા.

[google_ad]

 

ત્યારે એક અજાણ્યો શખ્સ પોતાના બાઇક સાથે લટકાવેલ થેલો લઇને ફરાર થઇ ગયો હતો. ત્યારે સ્થાનિક બજારમાં દુકાનદારે શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બેંક ઓફ બરોડા અને SBI બેંક સામે કેમેરા ગોઠવવામાં આવેલ છે. ત્યારે ચોરી કરીને નાસી ગયો હતો. તે શખ્સની તપાસ માટે શિહોરી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!