ડીસાના થેરવાડા અને જાવલ ગામ વચ્ચે દારૂની ગાડી પલટી મારતા લોકોએ દારૂની લુંટ ચલાવી

- Advertisement -
Share

આજરોજ ડીસા તાલુકાના થેરવાડા અને જાવલ ગામ વચ્ચે દારૂ ભરીને જઈ રહેલી swift ગાડી રોડની સાઈડમાં પલટી ખાતા ગામલોકોએ દારૂની લુંટ ચલાવી હતી.

 

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ વેચાય પણ છે અને પીવામાં પણ આવે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી દારૂનો સપ્લાયર કરવામાં આવે છે.
ડીસા તાલુકામાં પણ વિદેશી દારૂનું વેચાણ કરતા લોકોને જાણે કોઈ જ પ્રકારનો પોલીસનો ડર ન હોય તેમ રોજેરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના થેરવાડા અને જાવલ ગામ વચ્ચે શિફ્ટ ગાડીમાં દારૂ ભરીને જઇ રહેલ અજાણ્યો શખ્સ અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈ જવા પામી હતી.
ગાડી રોડની સાઈડમાં પડતાની સાથે જ આજુ બાજુના સ્થાનિક લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી લોકો ગાડીમાંથી દારૂની લઈને ભાગતા નજરે પડ્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રોડની સાઈડમાં દારૂ ભરેલી શિફ્ટ ગાડીને જેસીબી મશીન દ્વારા બહાર નિકાળવામાં આવી હતી. જે બાદ ડીસા તાલુકા પોલીસે ગાડીનો કબજો મેળવી આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ત્યાં લઈ જવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!