ડીસાના ગામડાની દીકરીની રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેંટમાં પસંદગી થતા જીલ્લાનું ગૌરવ વધાર્યું

Share

બનાસકાંઠા જીલ્લામાં એક સામાન્ય પરિવારની દીકરીએ પોતાનામાં રહેલી પ્રતિભાથી સહુ કોઈને ચોંકાવી દીધા છે. આ દીકરીની ઉંમર તો માત્ર 14 વર્ષ છે પરંતુ તેની પસંદગી BBCI દ્વારા યોજનારી નેશનલ ક્રિકેટ ઓપન ટુર્નામેંટમાં ગુજરાતની ટીમમાં સિલેકસન થયું છે.

 

[google_ad]

પ્રતિભા પર કોઈનો ઇજારો નથી અને આ સાબિત કરી બતાવ્યુ છે પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનાં નાનકડા ગામ એવા મોટા કાપરાની એક 14 વર્ષની દીકરીએ. ડીસા તાલુકાનાં મોટા કાપરા ગામની એક 14 વર્ષીય દીકરીએ બનાસકાંઠા જિલ્લાનું પછાતપણાનું કલંક ભાંગ્યું છે. જ્યાં સ્ત્રીઓને હજુ સુધી જોઈએ તેવી સ્વતંત્રતા નથી મળી ત્યાં આ 14 વર્ષની દીકરી મોટા શહેરના ક્રિકેટરોને પણ શરમાવે તેવું ક્રિકેટ રમી રહી છે.

 

[google_ad]

પોતાના કાંડાની કરામતથી આ નિધિ દેસાઇ નામની આ દીકરીમાં રહેલી પ્રતિભાને જોઈ સહુ કોઈ દંગ થઈ જાય છે. છેલ્લા 4 વર્ષથી ડીસા ખાતે ન્યુ ટી.સી.ડી ફાર્મ ખાતે ક્રિકેટની તાલીમ લઈ રહેલી નિધિ દેસાઈની પસંદગી આગામી સમયમાં BCCI દ્વારા યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ઓપન ટુર્નામેંટમાં ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે.

[google_ad]

નિધિની ઉંમર તો હજુ માત્ર 14 વર્ષ છે અને તેની પસંદગી ગુજરાતની સિનિયર ટીમમાં થઈ છે. આ બાબત જ તેનામાં રહેલી પ્રતિભાની ગવાહી આપે છે. એક દીકરી જ્યારે પગમાં પેડ, માથામાં હેલ્મેટ અને હાથમાં ક્રિકેટના ગ્લવ્સ પહેરીને ક્રિકેટની પિચ પર છોકરા સામે બેટિંગ કરે તે દ્રશ્ય ખરેખર બનાસકાંઠા જિલ્લા માટે આશ્ચર્ય પમાડે તેવા છે.

[google_ad]

માત્ર 14 વર્ષની ઉંમરમાં આ દીકરી અત્યારે દિવસના લગભગ સાતથી આઠ કલાક નેટ પ્રેક્ટિસ કરી રહી છે અને ડીસામાં ગરીબ બાળકોને નિશુલ્ક ક્રિકેટની તાલીમ આપતી સંસ્થા પણ તેની પ્રતિભાથી પ્રભાવિત છે. એક ગામડાની દીકરી રાષ્ટ્રીય ટુર્નામેંટમાં પોતાનું હીર બતાવે તે ખરેખર બનાસકાંઠા જીલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

 

From – Banaskantha Update


Share