બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદ બાદ ખરીફનું વાવેતર વધ્યું

Share

મગફળી, બાજરી, કપાસ, ધાસચારાનું વાવેતર વધુ : જીલ્લામાં ખરીફ સીઝનનું ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર

 

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અષાઢ માસ પૂર્ણ થવાને આરે હોવા છતાં માત્ર 25 ટકા વરસાદ થયો છે પરંતુ ખરીફ સીઝન માટે પાછોતરો વરસાદ સારો થતાં વાવેતરમાં વધારો થયો છે. જુલાઈ મહિનાના અંત સુધી 437947 હેક્ટર જમીન વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવેતર સંપન્ન થયું છે.

[google_ad]

ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખરીફ સીઝનમાં વાવેતર વધ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે ત્યારબાદ સાબરકાંઠા-અરવલ્લી મહેસાણા અને પાટણ જિલ્લામાં થઈ 10 લાખ વધુ હેક્ટરમાં વાવેતર થયેલુ હોવાનું ખેતીવાડી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં મગફળી અને ઘાસચારાનું વાવેતર વધુ થયું છે છેલ્લા કેટલાક દિવસોથી ધીમીધારે થઈ રહેલો વરસાદ ખેતીના પાકો માટે ખૂબ જ અનુકૂળ બની રહેતા ખેતીના પાકો પણ ખીલી ઉઠયા છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં થયેલ વાવેતર : કયા પાકનું કેટલું વાવેતર (હેક્ટરમાં)

બાજરી-76149

જુવાર-08

મકાઇ-11067

તુવેર-54

મગ-8001

અડદ-1958

મગફળી-139010

તલ-1812

કપાસ-39602

ગુવાર-8885

શાકભાજી-6175

ધાસચારો-135750

 

From – Banaskantha Update


Share