જીલ્લામાં વરસાદની અછતે બનાસ નદી કોરી કટ : ખેડૂતો પાકને લઇને ચિંતિત

Share

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી હાલ ચોમાંસા સત્રની સિઝનમાં કોરી ધાકોર જોવા મળી રહી છે. જેને લઈ ખેડૂતોમાં શિયાળુ અને ઉનાળુ પાકોને લઇ ચિંતા વર્તાઈ રહી છે. જ્યારે જિલ્લામાં હજુ પૂરતો વરસાદ પણ નથી અને પાણીના તળ ઉંડા જતાં બોરવેલમાં પણ ખેડૂતોનો લાઇટબીલ પરવડતું નથી. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

[google_ad]

ચોમાસુ સત્રની સિઝનનો સમય ધીરે ધીરે વીતી રહ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. સતત વાદળછાયા વાતાવરણમાં ઝરમરિયો વરસાદ વરસતા ચોમાસુ પાક સુરક્ષિત છે, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠાની જીવાદોરી ગણાતી અને રાજસ્થાનમાંથી નીકળી દાંતીવાડા ડેમમાં સમતી બનાસ નદી આસો માસ બંને કાંઠે વહેતી હોય છે. જેથી નદીના કિનારે આવેલૈ અમીરગઢથી દાંતીવાડા અને આજુબાજુના વિસ્તારોને સીધો લાભ થાય છે, પરંતુ આ વર્ષે વરસાદે પાછી પાની કરતા નદી કોરી ધાકોર પડી હોવાથી પાણીના તળો હાલથી જ નીચા જવા લાગ્યા છે. જો વરસાદ ના આવે અને બનાસ નદીમાં નીર ન આવે તો પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે.

 

From – Banaskantha Update


Share