ડીસાની જનરલ હોસ્પિટલમાં તા. 7 ઓગષ્ટના રોજ મફત નિદાન સર્જરી કેમ્પ યોજાશે

Share

ડીસાની જનરલ હોસ્પિટલ અને ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી-બનાસકાંઠાના સહયોગથી જયદીપ હોસ્પિટલ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ડીસાની જનરલ હોસ્પિટલમાં તા. 7 ઓગષ્ટ-2021ના રોજ સવારે 9થી 11:30ના સમય દરમિયાન મફત નિદાન સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 

[google_ad]

આ કેમ્પ ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(આયુષ્યમાન ભારત યોજના) અને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ સ્માઇલ ટ્રેન ગુજરાત અંતર્ગત નવજાત શિશુથી લઇ 18 વર્ષ સુધીના બાળકોનું નિદાન કરી સર્જરી કરી આપવામાં આવશે. કેમ્પમાં અમદાવાદના નવજાત શિશુ અને બાળકોના સર્જન ર્ડા.જયુલ કામદાર, કોસ્મેટીક અને પ્લાસ્ટીક સર્જન ડો.નિશ્ચલ નાયક તેમજ બાળકોના હાડકાના સર્જન ડૉ.અર્પિત પટેલ ઉપસ્થિત રહી નિદાન કરશે.

[google_ad]

આ કેમ્પમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાળકોની તમામ પ્રકારની સર્જરી, સ્માઇલ ટ્રેન ગુજરાત અંતર્ગત કપાયેલા હોઠ અને ફાટેલા તાળવાની સર્જરી તેમજ બાળકોના હાડકાંની સર્જરી દાઝયા પછી રહી ગયેલી ખોડખાંપણ વગેરેનો સમાવેશ થાય છે.

 

[google_ad]

આ કેમ્પને સફળ બનાવવા અને વધુમાં વધુ લાભાર્થી લાભ લે તે હેતુને ધ્યાનમાં લઇ ડીસાની જનરલ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. રવિ રાજપુરોહીત, બનાસકાંઠા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ. એન. દેવ, ડી.પી.સી. આયુષ્યમાન ભારતના અધિકારી હિતેશભાઇ ઠક્કર, આર.બી.એસ. કે. નોડલ અને ડો.મેહુલ સાલ્વીએ તા. 7 ઓગષ્ટ-2021ના રોજ ડીસાની જનરલ સરકારી હોસ્પિટલ-બગીચા નજીક મફત નિદાન કેમ્પમાં ભાગ લેવા દર્દીઓને અનુરોધ કર્યો છે. જ્યારે વધુ માહિતી માટે સંપર્ક નં. 9428249982 છે તેમ જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું.

 

From – Banaskantha Update


Share