ડીસાની DNP કોલેજમાં ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો : HNGU યુનિવર્સિટીના કુલપતિનું સ્વાગત કરાયું

Share

ડીસાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલય કેન્દ્ર અને ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે(કુલપતિ) પ્રોફેસર ડો. જે.જે વોરા ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

જ્યારે એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ અને કોલેજની બાલિકાઓ દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગૃચ્છથી સ્વાગત કરાયું હતું. એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય મહેમાનોનું ઢોલ અને નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.

[google_ad]

સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીસા કોલેજના સભાખંડમાં કરવામાં આવે તો જ્યાં શાળાના પ્રોફેસરો દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ થકી મુખ્ય મહેમાનોનું પુષ્પગૃચ્છ આપી સન્માન કરાયું હતું.

[google_ad]

સમગ્ર કાર્યક્રમમાં જીવનમાં ગુરૂનું શું મહત્વ હોય છે તેના પર તૃપ્તિબેન પટેલે પ્રવચન આપ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[google_ad]

From – Banaskantha Update

 


Share