લાખણીના આગથળામાં સંવાદ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં : કેન્દ્રીય મંત્રીએ મહીલાઓને સંબોધિત કરીને વધુમાં વધુ મતદાન કરવાની અપિલ કરી

બનાસકાંઠાના લાખણીના આગથળામાં શુક્રવારે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં પશુપાલક મહીલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા.
નર્મદા યોજનામાં હવનના હાડકા નાખવાવાળી કોંગ્રેસની આ વખતે ડીપોઝીટ જપ્ત થાય તેવું કામ કરજો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહીલાઓ ઉપસ્થિત રહી હતી. જ્યાં કેન્દ્રીય મંત્રીએ મહીલાઓને સંબોધિત કરીને વધુમાં વધુ મતદાન કરવાની અપિલ કરી હતી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા પણ વિવિધ સ્થળે જાહેરસભાઓ યોજવામાં આવી રહી છે.
તે દરમિયાન બનાસકાંઠામાં આયોજીત એક કાર્યક્રમમાં પુરષોતમ રૂપાલાએ પોતાના અલગ અંદાજમાં ભાષણ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા.
કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘પેલા પાણી જ ન હતું અને પાણી ન આવવા દેવાના પ્રયાસો કોંગ્રેસે કર્યાં હતા. 10 વર્ષ સુધી રાજ્યમાં નર્મદા યોજનાને અટકાવી દેવાનું લટકાવી દેવાનું કામ કોંગ્રેસે કર્યું છે.

 

તેમજ કહ્યું કે, હું તમામને વિનંતી કરૂ છું કે, ગુજરાતમાં નર્મદા યોજનામાં હવનમાં હાડકા નાખવાવાળી કોંગ્રેસની આ વખતે ડીપોઝીટ જપ્ત થાય તે પ્રકારનું મતદાન કરજો.
મોદી વડાપ્રધાન બન્યા અને 17 માં દિવસે માંગ્યા વગર નર્મદાની મંજૂરી ગાંધીનગર આવી ગઇ હતી. મહીલાઓને સંબોધતાં પુરષોતમ રૂપાલાએ ભાજપ સરકારે મહીલાઓ માટે કરેલા વિવિધ કાર્યોની વાત કહી મહીલાઓને વધુમાં વધુ મતદાન કરવા અપિલ કરી હતી.’

 

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાં જ કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા અનેક સંમેલનો થઇ રહ્યા છે.

 

ત્યારે શુક્રવારે લાખણી તાલુકાના આગથળામાં ભાજપ પક્ષના મહીલા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહીલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

 

જ્યાં ભાજપના થરાદના ઉમેદવાર શંકરભાઇ ચૌધરી અને દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણ સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં મહીલાઓ ઉપસ્થિત રહી હતી.
જ્યાં પુરષોતમ રૂપાલા ભાજપની આકાંક્ષા પેટી લઇને મહીલાઓ વચ્ચે ગયા હતા અને મહીલાઓના અભિપ્રાયો અને મંતવ્યોની કાપલીઓ પેટીમાં નખાવી હતી અને તેમના અભિપ્રાયો સરકારમાં પહોંચાડી તેનો અમલ કરાવવાની વાત કરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!