વાવના માવસરીમાં મહીલા પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

વાવના માવસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહીલા પોલીસ કર્મી શનિવારે રાધાનેસડા ગામમાં તપાસ અર્થે ગયેલા જે દરમિયાન કેફી દ્રવ્ય પીધેલ શખ્સને ઝડપી પાડતાં મહીલા પોલીસ કર્મી પર 13 કરતાં વધુ શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.

 

 

આ અંગે મહીલા કર્મીએ માવસરી પોલીસ મથકે 13 કરતાં વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અસામાજીક તત્વોનો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે. ત્યારે અસામાજીક તત્વો અનેક લોકોને હેરાન-પરેશાન અને મારામારી કરવાના બનાવો સામે આવી રહ્યા છે.

 

ત્યારે બીજી તરફ અસામાજીક તત્વોથી પોલીસ પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો.

 

જેથી કહી શકાય તે અસામાજીક તત્વોથી પોલીસ પણ સુરક્ષિત નથી. વાવના માવસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહીલા પોલીસ કર્મી શનિવારે રાધાનેસડા ગામમાં તપાસ અર્થે ગયા હતા.

 

તે દરમિયાન મહીલા પોલીસ કર્મીએ કેફી દ્રવ્ય પીધેલ એક શખ્સને ઝડપી પાડયો હતો. મહીલા પોલીસ કર્મીએ શખ્સને ઝડપી પાડતાં શખ્સે બૂમાબૂમ કરી હતી. તે દરમિયાન આજુબાજુમાંથી લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

 

13 કરતાં વધુ શખ્સોએ મહીલા પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે હુમલામાં પોલીસ કર્મીની ગાડીના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા.

 

રાધાનેસડા ગામમાં માથાભારે શખ્સોએ પોલીસ મહીલા કર્મી પર જીવલેણ હુમલો કરતાં મહીલા પોલીસ કર્મી ઘાયલ થયા હતા. ત્યારબાદ વાવ પોલીસને તાત્કાલીક જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

જ્યારે મહીલા પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મહીલા પોલીસ કર્મીએ માવસરી પોલીસ મથકે 13 કરતાં વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખ્સોને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!