વડાવળ ગ્રામ પંચાયતના ગૌચરની જમીનમાં પ્રોટેક્શન દિવાલ બનાવતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

ડીસા તાલુકાના વડાવળ ગ્રામ પંચાયતની કામગીરી સતત વિવાદમાં ઘેરાયેલી રહેલી છે. ત્યારે વધુ એક પ્રોટેક્શન દિવાલ બનાવવાને લઇ વિવાદ સર્જાયો છે. વરસાદી પાણીનું કોઇ ધોવાણ નથી તેવી ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી રહી છે. જેને લઇ ગામના અજમલજી મલાજી વાઘેલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા અંગત સ્વાર્થ રાખી જાહેર જનતાને કામ ન આવે તે રીતે નાણાંપંચનું ભંડોળ વેડફી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

[google_ad]

 

આ ઉપરાંત જે ગૌચરની જગ્યાએ પ્રોટેક્શન દિવાલનું કામ થઇ રહ્યું છે તે જગ્યામાં કોઇ કાયદેસરની આકારણી કે કોઇનો વ્યક્તિગત પ્લોટ પણ આવેલ નથી. માત્રને માત્ર ગૌચરની જમીન કાયમી પ્રસ્થાપિત કરવાના હેતુથી પ્રોટેક્શન દિવાલનું કામ કરવામાં આવી રહ્યું છે તે પણ લાલ ઇંટના બદલે સિમેન્ટ બ્લોક વાપરી કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ તેની ગુણવત્તા પણ જળવાઇ રહે તેમ નથી અને એમો ક્યાંય પણ આમ પ્રજાનું હીત રહેલ નથી. આ પ્રોટેક્શન દિવાલનું થઇ રહેલ કામનું તાત્કાલીક જીલ્લા લેવલેથી તપાસ થાય તો આમ પ્રજાના વિકાસમાં વાપરવાના નાણાંનો દુરૂપયોગ થતાં અટકી શકે તેમ છે.

[google_ad]

 

આ અંગે વડાવળના પોપટજી અનારજી વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘ખરેખર જ્યાં પ્રોટેક્શન દિવાલ બનાવવાની જરૂર છે. ગામના ઉત્તરના ભાગે રેલ્વે લાઇન આવેલ હોવાથી તે વિસ્તાર થોડો ઉંચો હોવાથી તેનું પાણી પ્રજાપતિવાસ અને યોગીવાસના રહેણાંક મકાનોને સીધી અસર કરતું હોવાથી તે જગ્યાએ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો કેટલાંય ઘરો આ પાણીથી પ્રભાવિત થતાં અટકી શકે તેમ છે તેમજ જૂના ગામ ઠાકોરવાસ અંબાજી મંદિરના પાછળના ભાગે જે મકાનો આવેલા છે તે પણ ઉંચાણવાળી જગ્યામાં હોવાથી તે જમીનનું પણ ધોવાણ થતું હોવાથી તેમાં પણ જમીનનું ધોવાણ અટકી શકે તેમ છે.’

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!