પાલનપુરના જગાણામાં ગટરના પાણીને શુદ્ધ કરી તળાવમાં નખાશે, સરપંચ દ્વારા ખાતમુહૂર્ત કરાયું

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના જગાણા ગામે એક જગ્યાએ ભેગું થતું ગટરનું દુષિત પાણીને શુદ્ધ કરી ગામના તળાવમાં નાખવામાં આવશે. જેનું ગુજરાત સ્થપાના દિવસે ગામના સરપંચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના જગાણા ગામના તળાવના પાછળના ભાગે આવેલ જુના ઈંટવાડામાં ગામના મોટાભાગનું ગટરનું દુષિત પાણી એકઠું થતું હતું.
જે ગટરના પાણીને શુદ્ધ કરી ગામના તળાવમાં નાખવામાં આવશે તેમજ તળાવ રિચાર્જ કરવામાં આવશે. જેના કારણે તળ પણ ઉંચા આવશે આ બાબતે ગામના સરપંચ પ્રહલાદભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગામના તળાવના બાજુમાં ગામનું ગંદુ પાણી એકઠું થતું હતું જેના કારણે તે પાણીને શુદ્ધ કરી ગામના તળાવમાં રિચાર્જ કરાશે તેના માટે સરકારે સ્વસ્છ મિશન ગ્રામ યોજના હેઠળ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજુર કરવામાં આવ્યો હતો.

જેનું ગુજરાત સ્થાપના દિવસે પંચાયતના સદસ્યો તેમજ ગામલોકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પાણી આસપાસના ખેડુતોને ખેતી કરવા મળશે આ ગ્રે વોટરમાં દૂષિત પાણીના અમુક અંશ નીચે પડી રહેતા હોય છે જેનું ખાતર બને છે જેથી આ યોજના દ્વારા ગામલોકોને શુદ્ધ પાણી તેમજ ગામમાં જ ખાતર મળી રહેશે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!