ડીસામાં નેશનલ હાઈવે ઓથોરીટીની બેદરકારીને કારણે વાહનચાલકોમાં રોષ ભભૂક્યો

- Advertisement -
Share

ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ ઉપર રેતીના થર જામી ગયા છે. હાઇવે ઓથોરીટી દ્વારા રોડની સફાઇ ન કરાવતાં અનેક મોટર સાઇકલ ચાલકો રેતીમાં સ્લીપ થવાથી અકસ્માતનો ભોગ બન્યા છે. ડીસા શહેરમાં વારંવાર ઉભી થતી ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓવરબ્રિજ તૈયાર કર્યો છે.

 

પરંતુ હાલમાં નાના-મોટા તમામ વાહનો ઓવરબ્રિજ નીચે સાઇડમાં આવેલા સર્વિસ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા છે. ડીસા શહેરના ગાયત્રી મંદિરથી છેક માર્કેટયાર્ડના સુધી સર્વિસ રોડની બંને સાઇડોમાં રેતીના થર જામ્યા છે. ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી સર્વિસ રોડ ઉપર વાહનોનો ધસારો જોવા મળી રહ્યો છે.

 

ત્યારે મોટર સાઇકલ અને એકટીવા જેવા નાના વાહન ચાલકોને રોડની સાઇડમાં ચાલવું પડે છે પરંતુ સર્વિસ રોડ ઉપર રેતી પથરાઇ ગઇ છે. જેથી નાના વાહનો સ્લીપ ખાઇ જતાં અકસ્માતનો ભોગ બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા રોડની સાફ-સફાઇ કરવાની હોય છે પરંતુ તેઓની બેદરકારીના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે.

 

From  – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!