જીલ્લા માટે કોરોના સમયમાં વધુ 5 એમ્બ્યુલન્સનું જીલ્લા કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

- Advertisement -
Share

કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. લોકો સ્વયંભૂ બંધ રાખીને સંક્રમણને અટકાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. જ્યારે તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા લોકોની સેવા માટે વધુ પાંચ 108 એમ્બ્યુલન્સને લોકોની સેવા માટે મુકવામાં આવી.

 

 

 

 

કોરોનાની બીજી લહેરના સંક્રમણને ઘટાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, કોરોનાના સંજોગો અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં લોકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સની કામગીરી બહુ સરાહનીય રહી છે.

 

 

 

જિલ્લામાં અત્યાર સુધી 24 જેટલાં અલગ અલગ સ્થળોને 108 એમ્બ્યુલન્સની સેવામાં આવરી લીધા હતાં. પરંતું જિલ્લાની જનસંખ્યા, વિસ્તારને ધ્યાને લઇ લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલીક સારવાર મળી રહે તે માટે વધુ પાંચ 108 એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે.

જેનાથી હાલની કોરોનાની સ્થિતિ અને આવનાર સમયમાં કોઇપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે અને લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા અધિકારી ર્ડા. એસ. એમ. દેવ, સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી, 108 ના કિરણ પરમાર સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!