ડીસામાં ગ્રેડ પે મુદ્દે ઉપવાસ ઉપર બેઠેલા પોલીસ કોન્સ્ટેબલની બદલી કરાઇ

- Advertisement -
Share

 

ડીસામાં પોલીસ ગ્રેડ પે મુદ્દે ઉપવાસ બેઠેલા અશોક દેસાઇની ગુરૂવારે મોડી સાંજે અચાનક જ રેન્જ આઇ.જી. દ્વારા કચ્છમાં બદલીનો આદેશ કરતાં હલચલ મચી ગઇ છે. જો કે, બદલી રોકવા માટે પણ રજૂઆત કરાઇ છે.

 

 

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતાં પોલીસ જવાનોને પણ અન્ય સરકારી કર્મચારીઓની જેમ ગ્રેડ પે (પગાર વધારો) મળે તે માટે ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે.

 

 

પરંતુ સરકાર દ્વારા કોઇ જ નિકાલ ન કરતાં પોલીસ જવાનોની ધીરજ ખૂટી રહી છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ ધુડાભાઇ દેસાઇ (બકલ નં. 2021) ગુરૂવાર સવારથી જ ડીસા સબજેલ આગળ ધરણાં પર ઉતર્યાં હતા.

 

જેથી બપોર બાદ પોલીસ દ્વારા અશોક દેસાઇને ધરણાં સ્થળથી ઉપાડી લીધા બાદ મોડી સાંજે કચ્છ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા દ્વારા તાત્કાલીક અસરથી પશ્વિમ કચ્છ-ભૂજ ખાતે બદલીનો આદેશ ફરમાવ્યો હતો.

 

ડીસાના પોલીસ કોન્સ્ટેબલ અશોક દેસાઇની રેન્જ આઇ.જી. દ્વારા ગુરૂવારે કચ્છ ખાતે બદલી કરાઇ છે. જેથી જીલ્લા પોલીસ વડાને બદલી રોકવા માટે રબારી સમાજના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી રજૂઆત કરાઇ છે અને પોલીસ વડા દ્વારા પણ ખાત્રી આપવામાં આવી છે તેમ ગોપાલ સેનાના જીલ્લા પ્રમુખ સાગર જોટાણાએ જણાવ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!