બનાસકાંઠામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં ખેડૂતો ચિંતિત

Share

 

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતાં ખેડૂતો ચિંતીત બન્યા છે.ભર શિયાળે હવામાન વિભાગે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જીલ્લામાં બુધવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ડીસા સહીત આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો મોટા પ્રમાણમાં બટાટા વાવેતરની શરૂઆત કરી હતી.

[google_ad]

 

 

ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા અને વાવેતર પણ લેટ થયું હતું અને ખેડૂતોએ વાવેતર કર્યાં બાદ ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે અને બુધવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો સર્જાતાં ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા છે અને જો વરસાદ થાય તો બટાટાના પાકમાં અલગ-અલગ પ્રકારના રોગ આવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે અને બટાટાના પાકમાં નુકશાન થવાની શક્યતા પણ સેવાઇ રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

[google_ad]

 

 

બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક વાતાવરણમાં સર્જાયેલા પલ્ટાને લઇને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એવા ડો. યોગેશભાઇ પવારે જણાવ્યું હતું કે, ‘જો વાતવરણમાં પલ્ટો સર્જાય અને જો વરસાદ આવે તો બટાટા, જીરા અને શાકભાજીમાં રોગ જીવાતના રોગો સામે આવશે અને વાદળછાયુ વાતાવરણ હોય તો ખેડૂતોએ પિયત ન કરવી.

[google_ad]

 

 

અને જો પિયત કરશે તો રોગના પ્રશ્નોમાં વધારો થશે તેમજ બટાટાનું જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું છે તે ખેડૂતોએ હાલમાં ખૂબ જ કાળજી રાખવી પડશે.વાતાવરણ જ્યારે ખુલ્લું થાય ત્યારે બટાટાના પાકમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઇએ. જેથી બટાટાના પાકમાં આવતો રોગ દૂર થશે અને જીરાની ખેતી કરતાં ખેડૂતોને પણ ખૂબ જ કાળજી રાખવી પડશે.

[google_ad]

 

 

કેમ કે, જીરામાં પણ ચરમીના રોગો સામે આવશે. જેથી ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો અને જૈવિક ખેતી કરતાં ખેડૂતોને પણ જૈવિક નાશક ફૂગની દવાનો ઉપયોગ કરે જેથી પાકમાં આવતાં રોગોને અટકાવી શકાશે તેમજ પાકમાં નુકશાન થતું અટકાવી શકાશે.’

[google_ad]

 

 

 

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share