રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં લોકોનો મતદાનનો બહીષ્કાર : લોકો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા

Share

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકા વોર્ડ નં.-7 માં ખાલી પડેલી એક બેઠક માટે રવિવારના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રામનગરના દેવીપૂજક વિસ્તારમાં કોઇપણ પક્ષના ઉમેદવારોએ મત માંગવા આવું નહીં તેવા બેનરો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા.

[google_ad]

રોડ-પાણીની સુવિધાથી વંચિત દેવીપૂજક વિસ્તારના લોકોનો મતદાનનો બહીષ્કાર રાધનપુરના રામનગર વિસ્તારના લોકો દ્વારા બેનર વિસ્તારમાં આવેલી દેવીપૂજક સોસાયટીમાં લગાવવામાં આવ્યા હતા. જેના પગલે વિસ્તારમાં નગરપાલિકા સબંધિત રાજકીય આગેવાનો દોડતાં થઈ ગયા છે.

[google_ad]

કોઈપણ સુવિધાઓ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાના વચનો રાજકીય નેતાઓ દ્વારા દસેક વર્ષથી આપવામાં આવે છે. પરંતુ ભાજપ કે કોંગ્રેસના એક પણ નેતા દ્વારા લોકો માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જેને લઇને નગરપાલિકાની પેટા ચૂંટણી માટે કોઇપણ રાજકીય પક્ષ દ્વારા મત માંગવા આવવું નહીં તેવા દેવીપૂજક વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share