દાંતીવાડાના ભાખર નજીક ઇકો ગાડી વાડમાં ઘૂસી જતાં 5 વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

5 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમની મદદથી સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

દાંતીવાડા તાલુકાના ભાખર નજીક ગુરૂવારે મોડી સાંજે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ઇકો ગાડી વાડમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગાડીમાં બેઠેલી 2 મહીલાઓ સહીત 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમની મદદથી સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં રહેતો વાલ્મિકી પરિવાર વાઘરોળથી ડીસા તરફ ઇકો ગાડી લઇને આવી રહ્યો હતો અને દાંતીવાડાના ભાખર નજીકથી પસાર થઇ રહ્યો હતો.
તે દરમિયાન અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ઇકો ગાડી રોડની સાઇડમાં આવેલી વાડમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગાડીમાં બેઠેલી 2 મહીલાઓ સહીત 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા.

 

આ ઘટનાને પગલે આજુબાજુના લોકોએ એકત્ર થઇ રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માત અંગે જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી.
અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને ગાડીમાંથી બહાર નીકાળી સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્તોની તબિયત વધુ નાજુક હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કર્યાં હતા.

 

ઇજાગ્રસ્ત 5 વ્યક્તિઓના નામ
– વિનોદ જીવાભાઇ વાલ્મિકી
– મનિષ મહેન્દ્રભાઇ વાલ્મિકી
– નીતાબેન મનિષભાઇ વાલ્મિકી
– પાયલ સુરેશભાઇ વાલ્મિકી
– હીમાંશુ મનિષભાઇ વાલ્મિકી

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!