ગઢની દીકરીએ જાપાન ઓલમ્પીકમાં ખેલાડીઓને રાખ્યા ફિટ : જીલ્લાનું નામ કર્યું રોશન

Share

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા એવા ગઢ ગામની દીકરી ફિઝિયોથેરપિસ્ટ બની તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની રમતોમાં ભારતના ખેલાડીઓને તંદુરસ્ત રાખવાની સાથે તેમને મજબૂત મનોબળ પૂરું પાળ્યું હતું.

[google_ad]

 

ગઢ ગામની આ દીકરીએ નાનકડા ગામનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરી દીધું છે. જાપાનમાં યોજાયેલી ઓલિમ્પિકસમાં ઘણા બધા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ સહિત અન્ય મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનું નામ દુનિયાભરમાં વધાર્યું હતું.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના શિમોની શાહે એથ્લેટિક્સ ટીમના ખેલાડીઓની ફિજિયોથેરપીસ્ટ તરીકે સેવા આપીને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગઢ ગામ તેમજ દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિમોની શાહે ભારતના ચુનંદા એથ્લેટિક્સ ખેલાડીઓ જેવા કે હિમાની દાસ, પૂઆમા, અનુરાની, વિસ્મયા, રેવતી, શુભા જેવા ખેલાડીઓને ફિટ રાખીને તૈયાર કરી ચુકી છે.

[google_ad]

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમના લોકોને નિવાસસ્થાને બોલાવી બે કલાક જેટલો સમય તેમની સાથે વિતાવ્યો હતો. 75મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે દિલ્હી લાલ કિલ્લા ઉપર યોજાયેલ ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં પણ દરેકને આમંત્રણ આપીને મહેમાન બનવાનો લાભ આપ્યો હતો.

[google_ad]

Advt

 

શિમોની શાહે જણાવ્યું હતું કે, આગળ વધવામાં મને મારા પરિવારે શક્તિ, નિશ્ચય, સમર્પણ અને આત્મવિશ્વાસ વધારીને પૂરતી હૂંફ આપીને મને હિંમત આપી છે. મારા ગઢ ગામની તમામ દીકરીઓ ઉચ્ચ અભ્યાસ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી મારી ઈચ્છા છે.

 

From – Banaskantha Update


Share