પાલનપુર: દેશના ખ્યાતનામ મહેતાના પારિવારીક ઝવેરાતનો ઝગડો હાઈકોર્ટ પહોંચ્યો, રૂ. 45 કરોડની ચોરી અંગે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો

Share

પાલનપુરના મણીભુવનમાં પારિવારીક વારસાઈ 45 કરોડની કિંમતના હીરા ઝવેરાતની કથિત ચોરી અંગે એફ.આઈ.આર. દાખલ કરવા મુંબઈ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમા અરજી દાખલ કરવામાં આવી છે. જેને લઈ બનાસકાંઠામાં ફરી એકવાર રૂ. 45 કરોડની ચોરી અંગે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, લીલાવતી કીર્તિલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટની લીલાવતી હોસ્પિટલ મુંબઈના સંચાલક પ્રશાંત મહેતાએ હાઇકોર્ટમાં કરેલ અરજીમાં જણાવ્યું હતું કે, તેમના દાદાએ ઘણાં વર્ષો પહેલાં બનાસકાંઠાના પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન બનાવ્યું હતું. જે મકાનના ભોંયરામાં એક તિજોરી હતી જેમાં તેમના દાદાએ કરોડો રૂપિયાના કિંમતી હીરા ઝવેરાત, એન્ટીક વસ્તુઓ સહીતની વસ્તુઓ વર્ષોથી સાચવી રાખી હતી.

[google_ad]

 

અને વર્ષ 2019મા મણીભુવનના રીનોવેશન દરમિયાન આ સેલ્ફવોલ્ટ તિજોરીને તોડવામાં આવી હતી. મણીભુવનનું સંચાલક કરતાં લોકોએ તિજોરીમાંથી રૂ. 45 કરોડની વસ્તુઓ ચોરી કરી હોઈ આ મામલે એફ.આઈ.આર. દાખલ કરવા બનાસકાંઠા પોલીસ વડાને અરજી અપાઈ હતી. પરંતુ પોલીસ તપાસમાં તપાસમાં ઢીલાશ કરતી હોવાના આક્ષેપો કરાયા હતા.

[google_ad]

જો કે બાદમાં પોલીસને મળેલી રૂ. 45 કરોડના હીરા ઝવેરાતની ચોરી અંગેની અરજીને લઈ બનાસકાંઠા એલ.સી.બી. દ્વારા મણીભુવનની મુલાકાત લઈ તપાસ કરતા અહીં મુદ્દામાલ હયાત હોવાનું માલુમ પડયું હતું. બીજી બાજુ પ્રશાંત મહેતાએ હીરા ઝવેરાતની ચોરી અંગે પોલીસ એફ.આઈ.આર. નોંધે તેવી માંગ કરતાં પોલીસને પારિવારીક વારસાઈ માલીકીમાં હીરા ઝવેરાતની ચોરી સ્પષ્ટ થતી ન હોઈ બંને પક્ષના ખુલાસા લેવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

[google_ad]

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગગલે જણાવ્યું હતું કે, પાલનપુર મણીભુવનમાં વર્ષોથી સાચવી રખાયેલા લીલાવતીબેનના 45 કરોડના હીરા ઝવેરાતની ચોરી અંગેની અરજી મળતાં એલ.સી.બી. મારફતે તપાસ કરતાં મણીભુવનમાં વર્ષોથી સાચવી રખાયેલા પરીવારની માલીકીના હીરા ઝવેરાત મળી ગઇ હોઈ એફ.આઈ.આર. દાખલ કરવાનો પ્રશ્ન જ નથી. અને ફરિયાદીને ચોરી અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હોવા છતાં હજુ સુધી કોઈ આવ્યું નથી જે માટે પોલીસ દ્વારા બે વાર નોટીસ આપવામાં આવી છે.

[google_ad]

3.5 કિલો સોનાના દાગીના, બરોડાના રાજાનો 8.5 કેરેટનો ગુલાબી હીરો, બરોડાના મહારાજાનો કડો, ચાંદીનો થાળ, પન્નાનો હાર, માણેકના 10 બટન, પીળા રંગનો નવ કેરેટનો હીરો, ચાંદીના નાના કપ નવ નંગ, ચાંદીના 10 કપ, ભગવાનનુ ચાંદીનુ સિંહાસન, ચાંદીની 8 નાની રિંગ,ચાંદીના 3 મોટા લોટા,1 મોટો જગ, મોટો પ્યાલો, પાંચ નાની મોટી થાળ, 2 લોટા, 9 નાની થાળી, 2 નાની જારી પેટી, પાંચ કિટલી, બે મંદિરના પતરા, મંદિરનો ઘુંમટ, નાનો ડબ્બો, ભગવાનનો પૂજાનો સામાન, 3 પ્યાલા ફૂલદાની અને તેનો ડબ્બો ચોરાયેલા કિંમતી ઝવેરાતની યાદી છે.

From – Banaskantha Update


Share