ડીસાના જુનાડીસા ગામે જમીન પચાવી પાડવા મામલે 9 ઇસમો સામે ફરીયાદ

- Advertisement -
Share

ડીસાના જુનાડીસા ગામે કેટલાક ઇસમોએ ભેગા મળી ખેતીની આશરે 1 વિઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર કબજો કરી ફરીયાદીની તમામ જમીન પચાવી પાડવાની ધમકી આપતાં ડીસા રૂરલ પોલીસ મથકે 9 ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા પામી છે.

 

 

 

 

આ અંગેની વિગત જોઇએ તો, ડીસા ખાતે રહેતાં અનિલકુમાત નારણભાઇ સોનીની ખેતીની જમીન જુનાડીસા મુકામે આવેલ છે. જેઓએ તે જમીન ભાગીયા તરીકે વાવવા માટે આપેલ છે. જ્યારે આ જમીન કેટલાક ઇસમોએ ગેરકાયદેસર રીતે પચાવવી પાડવા ડીસાના સિવિલ જજ સમક્ષ ફરીયાદ દાખલ કરાવેલ છે. તે હાલમાં ચાલુ હોવા છતાં આ ઇસમોએ અનિલભાઇની ખેતીની જમીનમાં બળજબરી પ્રવેશ કરી આશરે 1 વિઘો જેટલી જમીનમાં કબજો કરી લીધો હતો.

 

 

 

તેમજ અનીલભાઇની તમામ જમીન પચાવી પાડવાની ધમકી પણ આપતા હતાં. જેથી અનીલભાઇએ બનાસકાંઠા કલેકટર સમક્ષ રજુઆત કરતાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતા કાયદાની જોગવાઇ નીચે બનેલી સમીતીની મીટીંગમાં બનાસકાંઠા કલેકટરે પોલીસ ફરીયાદનો હુકમ કરતાં ડીસા રૂરલ પોલીસે આ તમામ 9 ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(1)કાંતિભાઈ શંકરભાઇ પટેલ રહે.કાતરા તા.સરસ્વતી જી.પાટણ
(2)શામળાજી મદારજી ઠાકોર રહે.ધરપડા તા.ડીસા.જી.બનાસકાંઠા
(3)વસંતજી નાઢાજી ઠાકોર રહે.ભાટસણ તા.સરસ્વતી.જી.બનાસકાંઠા
(4)પરેશભાઈ લખુભાઈ મેણાત રહે.સાલેમપુર તા.પાલનપુર.જી.બનાસકાંઠા
(5)પ્રહલાદજી સુખાજી ઠાકોર રહે.બળોધર તા.ડીસા.જી.બનાસકાંઠા
(6)ભાવુબેન પ્રહલાદજી ઠાકોર રહે.બળોધર તા.ડીસા.જી.બનાસકાંઠા
(7)કિરણ પ્રહલાદજી ઠાકોર રહે.બળોધર તા.ડીસા.જી.બનાસકાંઠા
(8)અલ્કેશ પ્રહલાદજી ઠાકોર રહે.બળોધર તા.ડીસા.જી.બનાસકાંઠા
(9)જેબરબેન સુખાજી ઠાકોર રહે.બળોધર તા.ડીસા.જી.બનાસકાંઠા

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!