પાલનપુરથી એક ટ્રકમાં 162 ઘેટા-બકરા બચાવી ડીસાની કાંટ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા

- Advertisement -
Share

રાજસ્થાનથી રાણીપ મંડીમાં ઈદ નિમિતે એક ટ્રકમાં ગેરકાયદેસર ક્રુરતા પૂર્વક 162 ઘેટા-બકરા સહીત 2 ઇસમો ઝડપાયા.

 

બનાસકાંઠા જીલ્લો રાજસ્થાન – ગુજરાત સરહદ પર આવેલ છે. સરહદી વિસ્તાર હોવાથી ગેરકાયદેસરથી સામગ્રી તેમજ પશુઓની હેરાફેરી કરવામાં આવે છે તેમાં દારૂ, અફીણ, ડ્રગ્સ જેવી ગંભીર ગુનાહિત સામગ્રી તેમજ પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કારવામમાં આવે છે. તો કેટલી વાર જીવદયાપ્રેમીઓ અને બાતમીદારો દ્વારા પોલીની મદદથી પોલીસ ચેકીંગ દરમિયાન પશુઓની હેરાફેરી કરતી ગાડીઓ ઝડપાઇ જતી હોય છે.

[google_ad]

 

સોમવારની મધ્ય રાત્રીએ પાલનપુર જુના આર.ટી.ઓ સર્કલ વિસ્તારમાંથી ફરિયાદી ચૈતન્યકુમાર પોપટલાલ રાણા તેમના મિત્ર લાલજીભાઈ અમરતભાઈ દેસાઈ મોટર સાયકલ પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આબુરોડ તરફથી આવતી શંકાસ્પદ ટ્રકને જોઈ ટ્રકનો પીછો કરી લીલા લહેર કાઠીયાવાડી હોટલ આગળ મોટરસાયકલ ટ્રકની આગળ લઇ જઈ ટ્રક રોકાવેલ.

[google_ad]

 

ટ્રક રોકવી ટ્રકમાં જોતા ખીચોખીચ ઘેટા-બકરા ભરેલા હતા અને ચીસો સાંભળવા મળી હતી જેથી ત્યાં ડીસાના રમેશભાઈ જેઠવા, મયુરભાઈ ચોકસી, ચૈત્ય, પીન્ટુ વગેરે પહોંચી સાથે મળી જીવદયાપ્રેમીઓ ઘેટાં – બકરા ભરેલ ટ્રકને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લઈ આવ્યા હતા પોલીસને ટ્રક કબજે કરી તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરેલ.

[google_ad]

 

પાલનપુર પોલીસે ટ્રક નંબર:GJ-09-AV-6132ની તપાસ કરતા એક જ ટેમ્પામાં 162 ઘેટા-બકરા ક્રુરતા પૂર્વક અને ક્રુરતાપૂર્વક ભરેલા જોવા મળ્યા હતા તે બાબતે પોલીસે ડ્રાઈવર અપ્પુખાન શરીફખાન સિંધી તેમજ ઈસ્માઈલખાન શોહરાબખાન સિંધીને પુછપરછ કરતા ટ્રક ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ગુડામલાણી,જી.બાડમેર રાજસ્થાનથી બકરી ઈદ માટે 162 ઘેટા-બકરા ભરી અમદાવાદ રાણીપ પશુ મંડીમાં લઇ જઈ રહ્યા હતા.

[google_ad]

 

તેમની પાસે કોઈ પાસ – પરમીટ પણ ન હતા. પાલનપુર પોલીસે જેથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા હોવાનું માલુમ થતા પોલીસે 162 ઘેટા-બકરા તેની અંદાજીત કી.રૂ.1,62,000/- અને 4,00,000/- ટ્રક આમ કુલ્લે 5,62,000/-નો મુદ્દામાલને કબજે લઇ 2 ઈસમો વિરુદ્ધ પશુઓ પ્રત્યેનો ઘાતીયાપણું અટકવાનો અધીનાયમ કલમ 11(1)(D), 11(1)(K) અને પશુ સરક્ષણ અધિનયમ કલમ 5, 6, 8 મુજબ ગુન્હો નોધી બચાવેલ ઘેટા-બકરાને ડીસાની રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે સારસંભાળ માટે મુક્યા હતા ત્યાં પાંજરાપોળમાં પશુઓને ઉતારી તેને જરૂરી સારવાર તેમજ ખોરાક પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

[google_ad]

 

પશુઓની હેરાફરી બાબતે ડીસાના જાણીતા સિનયર એડવોકેટ ગંગારામભાઈ પોપટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જીવતા પશુઓની હેરાફેરી કરવા માટે તમામ નિયમોનું પાલન કરવું પડે છે તે તમામ નિયમો પાલન કરવા માટે ખાસ કરીને પશુની સાઈઝ તેના વજન મુજબ તે પશુ આરામથી રહી શકે તે માટે ટ્રક અને તે મુજબની સંખ્યા જ ભરી શકાય છે અને મોટી ટ્રક હોય તો પણ 40થી વધુ ઘેટા-બકરા એક ટ્રકમાં ભરી શકતા નથી.

તેમજ જો પશુઓની હેરીફેરી દરમિયાન 6 કલાક કરતા વધુની લંભી મુસાફરી હોય તો તે પશુઓ ટ્રાવેલિંગ માટે ફીટ છે કે કેમ તેનું પશુ વેટેનરી ઓફિસરનું તપાસ કરાવી પ્રમાણપત્ર હોવું જોઈએ તેમજ મુસાફરી દરમિયાન તેમને તે પશુઓ ક્યાંથી કયા લઇ જવાના છે અને કયા હેતુ માટે તે પણ જાહેર કરવું પડે છે.

[google_ad]

 

પશુઓની હેરાફેરી કરવા માટે એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા નિયુક્ત કરેલ સક્ષામ અધિકારીનું પ્રમાણપત્ર પણ સાથે જોઈએ તેમજ પશુઓ માટે યોગ્ય ખોરાક, પાણી અને દવાની વ્યવસ્થા તેમજ જે વાહનમાં પરિવહનમાં પરિવહન કરવામાં આવે તેમાં પશુ દીઠ યોગ્ય જગ્યા મળવી જોઈએ આવા અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે અને જો કોઈ નિયમનું ભંગ કરી પરિવહન કરવામાં આવતું હોય તો પોલસ નિયમ મુજબ ટ્રક રોકાવી તેનો કબજો કરી કાયદેસરની કાર્યવાહી કરી પશુઓને નજીકની જીવદયા સંસ્થા (પાંજરાપોળ)ને સારસંભાળ માટે મુકવા જોઈએ.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!