ડીસાના ઝેરડા-પમરૂ ત્રણ રસ્તા નજીક બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું મોત

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના ઝેરડા-પમરૂ ત્રણ રસ્તા પર શનિવારે બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બનાસ ડેરીના તબીબનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

 

 

આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે સ્વીફ્ટ કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

 

જેમાં નેશનલ હાઇવે પર મોટા હેવી વાહનોના ગફલતભર્યાં ડ્રાઇવીંગના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

 

 

જ્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને લઇને અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઇક સવારો બન્યા છે. જેમાં ક્યાંક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટી રહ્યા છે.

 

ત્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના ઝેરડા-પમરૂ ત્રણ રસ્તા નજીક શનિવારે સર્જાયો હતો. જેમાં ઝેરડા નજીક આવેલ બનાસ ડેરીમાં મંડળીમાં તબીબ તરીકે ફરજ બજાવતા મેતુભા વાઘેલા બાઇક નં. GJ-08-CB-3010 લઇ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા.

 

ત્યારે પમરૂ ત્રણ રસ્તા નજીક સ્વીફ્ટ કાર નં. GJ-18-BD-9004 સાથે અકસ્માત સર્જાયો હતો. જ્યાં અકસ્માત સર્જાતા તેઓ રોડ પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

 

જેથી તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

આ બનાવના પગલે સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

જ્યારે પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમા પ્રસરી ગઇ છે. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે સ્વીફ્ટ કાર ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!