“બનાસકાંઠાની સુકી ભઠ્ઠ બનાસ નદીમાં પાણી નાખી જીવંત કરો” – વી.કે.કાગ

- Advertisement -
Share

બનાસકાંઠામાં પાણી માટે રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા કલેક્ટર મારફતે સરકાર આદેશપત્ર આપી સરકારને 21માં પાણી આપવા અલ્ટીમેટમ આપ્યું.

 

બનાસકાંઠા જીલ્લો એટલે રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલ જીલ્લો છે શૈક્ષણિક રીતે પછાત છે ભૌગોલિક રીતે ગુજરાતના બીજા જીલ્લા કરતા અલગ જીલ્લો છે 70% લોકો ખેતરમાં ઘર બનાવી વસવાટ કરે છે અને ખેતીની સાથે પશુપાલન કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે અને ખેડૂતો ખેતી દ્વારા 75% રોજગાર આપે છે.

[google_ad]

 

વધુંમાં જીલ્લા પ્રમુખ વી.કે.કાગે જણાવે છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણીના ભૂગર્ભ તળમાં પાણી ખુટી ગયા છે તેથી જીલ્લામાં પાણીની મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે અને ખેડૂતોના ખેતરો સુકા ભઠ્ઠ રણના મેદાન બની ગયા છે. ખેડૂતો માટે ખેતીની વાત છોડી દેવામાં આવે તો પશુપાલન અને માણસો માટે પીવાના પાણી પણ રહ્યા નથી જીલ્લામાં ત્રણ મોટા ડેમ આવેલ છે પરંતુ આ ત્રણ ડેમનું પાણી બનાસકાંઠા જીલ્લાને મળતું નથી અને બનાસ નદી તેમજ રેલ નદી સુકી ભઠ્ઠ થવાના લીધે જીલ્લામાં પાણીની સમસ્યા ઉભી થઈ ગઈ છે.

[google_ad]

 

રામસિંહ ગોહિલ જણાવે છે કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર નીતી ખેડૂતો વિરોધી છે તેથી જીલ્લામાં પાણીની સમસ્યા ઉભી થઈ ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર બનાસકાંઠા જીલ્લાના પાણીના પ્રશ્નોને ઉજાગર કરતી નથી અને કાયમી ધોરણે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવતી નથી અને ખેડૂતોને હિજરત કરવા મજબૂર કરી દીધા છે.

[google_ad]

 

વધુંમાં ભરતભાઈ કરેણ જણાવે છે કે, સરકાર અમારી તમામ સબસિડી બંધ કરી દે પરંતુ કાયમી ધોરણે પાણી નથી સમસ્યા હલ કરી આપે જો સરકાર 21 દિવસમાં પાણી માટે વિચાર નહીં કરે તો દરેક તાલુકા મથકે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર બાદ ધારાસભ્ય, સંસદ સભ્યો ઘેરાવ કરીને આવેદનપત્ર આપવામાં આવશે.

[google_ad]

 

છતાં સરકાર દ્વારા જાગી નહીં તો ઢોલ નગારા વગાડીને દરેક તાલુકામાંથી 100 માણસો પગપાળા રેલી કાઢી ગાંધીનગર મુખ્યમંત્રી મંત્રી અને રાજયપાલ ગાંધીનગર જઇ રુબરુ મળી રજૂઆત કરવામાં આવશે. પાણી નહીં તો વોટ નહીં નો રસ્તો અપનાવવામાં આવશે અને આવનારી 2022ની વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવશે. – વી.કે કાગ

[google_ad]

 

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!